jump to navigation

વિદ્યાવિહારને.. September 12, 2008

Posted by Mehul Shah in સી.એન.સમાચાર.
Tags: , , , , , , , , , ,
5 comments


banner-bhailal

જુઓ, મુદભર વસંત આવે ! October 31, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , , , , , , , , , , ,
2 comments


બાજે વન ઉપવનમાં

કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ

બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?

દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)

જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં !     -બાજે૦

કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)

મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં !       – બાજે૦

રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)

સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં !         -બાજે૦

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી? October 25, 2009

Posted by Mehul Shah in ઉમાશંકર જોશી, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
2 comments

Haiyu
માનવીનાં હૈયાને

કવિઃ ઉમાશંકર જોશી
ગાયકઃ ભાઈલાલ શાહ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી ? (૨)
માનવીના હૈયાને…

અધ બોલ્યા બોલડે,
થોડે અબોલડે, (૨)

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી? (૨) – માનવી૦

માનવીના હૈયાને….

સ્મિતની જ્યાં વીજળી,
જરી શી ફરી વળી,    (૨)

એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?- માનવી૦

માનવીના હૈયાને …

એવું રે તપી ધરતી October 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
1 comment so far

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

સી.એન. શ્લોક – 3 October 25, 2009

Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , , , , , , , ,
2 comments

CNDerasar

સી.એન. શ્લોક

ગાયકઃ ભાઈલાલ શાહ

ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંટ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

કોણ આજે રહે બંધ બારણે? July 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , ,
5 comments

farm

કોણ આજે રહે બંધ બારણે?

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

વર્ષા ગીત

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)

સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.

વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.

 આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે.  – કોણ.

કોની જુએ છે તું વાટ? July 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

prerna

કોની જુએ છે તું વાટ
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

કોની જુએ છે તું વાટ, અભાગી !
કોની જુએ છે તું વાટ?

કોણ રે આવી નાવ લાવી તુજ,
નાંગરશે ઉર-ઘાટ ? – કોની.

ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી કાંધે તું ગાંસડી;

આવવાનું નથી કોઈ
તેથી ના રે’વું રોઈ;

જાવાનું છે તારે,
-થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ. – કોની.

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુઃખમાં જોતરી,

તોય છે તારે માથે,
થઈ એક જવું સહુ સાથે,
લેખ લખ્યા છે એ,
માનવી તારે
એક જ, ભવ્ય, લલાટ. – કોની.

તમે રે સુંદરવનનાં સૂડલા રે July 18, 2009

Posted by Mehul Shah in અચલ મહેતા, ગરબા, ગીત.
Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,
2 comments

Sudlo

તમે રે સુંદરવનનાં સૂડલા

અચલ મહેતા, ઋષભ ગ્રુપ

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવકંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)

તમે રે મહેરામણ, અમે છીપલાં રે , તમે રે મોતી ને અમે હેલ રે,(૨)
તમે રે માટી ને અમે કોડિયાં, તમે દીવો ને અમે વાટ રે,
જ્યોત રે વિનાનાં દોનો ઝૂરતાં(૨)

તમે રે માટી ને અમે કોડિયાં રે, તમે રે દીવો ને અમે વાટ રે,
સામા રે કાંઠાના અમે પંખીડા રે, ઊડીને આવ્યારે આ પાર હો,
પ્રીત રે પડાળે અમે હીંચતા,

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવ કંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)

આજ ધાનેર ક્ષેતે July 18, 2009

Posted by Mehul Shah in ગીત, બાળ ગીતો, રવિન્દ્રનાથ ટાગોર, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
1 comment so far

PrarthnaMandir1999

આજ ધાનેર ખેતે (Solo)

આજ ધાનેર ખેતે (Chorus-Children)

“Aji dhaner khete roudro chayay
lukochuri khela re bhai lukochuri khela “

આ ગીત પ્રાર્થના મંદિરમાં ગવાતું હતું ત્યારે એકે શબ્દ ખબર નહોતી પડતી, એ પછી ભોળાભાઈ પટેલની ‘શાલભંજિકા’માં આ ગીતની બે પંક્તિઓ ગુજરાતીમાં અનુવાદ કરેલી વાંચી,જેમાં ભોળાભાઈ શાંતિનિકેતનના વર્ણન વખતે ટાગોરના આ ગીતને યાદ કરીને લખે છે કે,”આજ ડાંગરના ખેતરે તડકો-છાંયડો સંતાકૂકડી રમે છે …”

 આ ગીતનો આખો અનુવાદ કોઈની પાસે હોય તો લખવા વિનંતી.

આજ ધાનેર ક્ષેતે રૌદ્રછાય઼ાય઼
         લુકોચુરિર ખેલા..
      નીલ આકાશે કે ભાસાલે
         સાદા મેઘેર ભેલા..
            આજ ભ્રમર ભોલે મધુ ખેતે,
                  ઉડ઼ે બેડ઼ાય઼ આલોય઼ મેતે,
            આજ કિસેર તરે નદીર ચરે
                     ચખાચખિર મેલા..

ઓરે યાબો ના આજ ઘરે રે ભાઇ,
         યાબો ના આજ ઘરે!
ઓરે આકાશ ભેઙે બાહિરકે આજ
         નેબ રે લુઠ કરે..
            યેન જોય઼ાર જલે ફેનાર રાશિ
                  બાતાસે આજ ફુટેછે હાસિ,
            આજ બિના કાજે બાજિય઼ે બાઁશિ
                  કાટબે સારા બેલા..

આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. April 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

wind 

આવે છે હવા

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? -  આવે છે.
   વાદળ કેરું ધણ હલાવી,
   હેલે સાયર નીર ચડાવી,
   વાંસવને કૈં સૂર બજાવી,
   ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
     એક તારેથી તારલે બીજે
     આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં April 22, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , , , , ,
2 comments

 bharthari

 દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં

( Raja Bharthari and Rani Pingala – Lokkatha)
ગાયકઃ ભાઈલાલ શાહ

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં,
પૂરવ જનમનાં સમાચારને(૨)

પે’લા પે’લા ભવમાં રાણી,
તમે હતાં મેના ને અમે રે પોપટ રાજા રામનાં(૨)
પારધીએ આવી અમને ફાંસલો નાખ્યો ને
ફાંસલે વીંધાણા મારા પ્રાણ રાણી પીંગળા,
ઈ રે કારણીયે હું મરણ જ પામ્યો ને,
તું કેમ ના’વી મારી રાણી પીંગળા…… દલડાં(૨)

બીજા બીજા ભવમાં રાણી,
તમે હતાં મૃગલી ને અમે હતાં મૃગ સરદાર રે (૨)
કદલી રે વનમાં ચારો ચરવાંને ગ્યાં ત્યારે
પારધીએ મારેલાં બાણ રાણી પીંગળા
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને
તું કેમ ના’વી મારી સાથ રાણી પીંગળા હો.. દલડાં(૨)

ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તમે હતાં બ્રાહ્મણીને અમે હતાં પંડિતરા’ય રે
શિવજીને કારણે, ફૂલ વીણવાં ગ્યાં ત્યારે
ડસેલો કળૂડો નાગ રે..
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને..(૨)

ચોથા ચોથા ભવમાં રાણી,
તમે તો પીંગળા ને અમે રે ભરથરી રા’ય રે (૨)
ચાર ચાર જુગના રાણી ઘરોવાસ ભોગવ્યાં તો યે
તું ના ચાલી મારી સાથ રે .. રાણી પીંગળા(૨)

કાયાને કારણે મેં ભેખ જ લીધો ને (૨)
ભિક્ષા દિયોને મોરી માય રાણી પીંગળા…. હો દલડાં સંભારો (૨) 

Same song from Gujarati Movie
Bhiksha dene Maiya Pingala


from ” Bharthari” – Hindi Movie

bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala

kaise dekhuun jog tumhaara  - 2
gaayuun prahar kataar raaja bharatari
karm-likhi na mite kise se  - 2
karnahaar karataar maiya pingala

kesar-chandan chhod ke raaja  - 2
linhi bhabhuuti dhaar raaja bharatari
kesar kaaya raakh banegi  - 2
isamein kaun singaar maiya pingala

alakh jagaavo mahal mein raaja  - 2
duungi aanchal daar raaja bharatari
jogi to jangal ke baasi  - 2
kaisa ghar-sanasaar maiya pingala

daya na aayi o niramohi  - 2
o niramohi chhod chale majhadhaar raaja bharatari
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan japo ri maiya  - 2
ho bhav-saagar paar maiya pingala

bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala