jump to navigation

પીપી .. પીપી સીટી વાગી … નવેમ્બર 30, 2006

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , , , ,
add a comment

અમુક બાળગીતો જે આપણે શિશુવિહાર (જુનિયર અને સિનિયર બાલમંદિર)માં સાંભળતા હતા અને પૂરા જોશથી સાહેબની જોડે ગાતાં હતાં… એવા ગીતો પણ રજૂ કરવા જઇ રહ્યો છું …ભૂલી ગયા હશો તો  બધાંને યાદ આવી જશે… !

પીપી .. પીપી સીટી વાગી …

પહેલું છે…
પીપી .. પીપી સીટી વાગી …  (2)
છુક છુક ગાડી આવી..ટિકિટ કપાવો..બેસી જાઓ..(2) નહીં તો ઉપડી જાયયય …………  !
ટન ટન ટન ટન ડંકા વાગે ..સૂતેલા ઝબકીને જાગે ,
સિગ્નલ આપે..ધજા બતાવે… લાઇન ક્લિઅર કહેવાય ….. (2)
લાંબા લાંબા પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી…(2)
સ્ટેશન કરતી..પાણી ભરતી… (2) સીધી દોડી જાયયય………………… !
દોડે .. તોયે એ ના થાકે… હરદમ બઢતી આગે..આગે…(2)
શિખવે એ તો કદમ બઢાવો.. સ્ટેશન પહોંચી જાયયય…………………. !

Advertisements

જાણીતા શ્લોક નવેમ્બર 30, 2006

Posted by Mehul Shah in પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags:
1 comment so far

જાણીતા શ્લોક

જેમાં ‘ સત્ય, અહિંસા, ચોરી ના કરવી ……’   પણ છે….. !

ખુશખુશાલી…..હવામાં આજ વહે છે…. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
add a comment

આપણું મનગમતું ગીત..જે સી.એન. ની ઓળખ બની ગયું છે…. તે વખતે આપણે  ખુશખુશાલી શબ્દની જ રાહ જોઇને બેસતાં હતાં.. તો ફરીથી એક વખત આપણાં અંતરપટ ઉપર અંકિત થઇ ગયેલો આ શબ્દ ઘૂંટીને ઘાટ્ટો કરી લઇએ….. એક સાથે ગાઇએ………

ખુશખુશાલી

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે મધુરતાની ચર્ચા કરે…(2)

દૂર દિગંજે  અધીર  એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા… ડોલે બોલે સુખની કથા.. 

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું.. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
1 comment so far

ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું

આ ગરબાનું અમારા કુટુંબમાં આગવું સ્થાન છે … મારા નાનાજીનું સંગીત અને એમના જ  તબલાની થપાટ ઉપર એમની છોકરી ( મારી મમ્મી) અને સાથી મિત્રોએ (ધોરણ 9 ) રાષ્ટ્રીય કક્ષાની  નૃત્ય  સ્પર્ધામાં બીજા નંબરે આવીને શેઠ સી.એન.વિધ્યાવિહાર અને ગુજરાતનું નામ રોશન કરેલું..

આ ગરબો ઓરીજિનલ ગરબાથી અહીં તેના ધીમા ઢાળમાં ગવાયો છે એવું મારી મમ્મીએ કહેલું…

સૈંયર વનરા તે વનમાં વેણુ વાગી.. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , ,
1 comment so far

સૈંયર વનરા તે વનમાં વેણુ વાગી

મંગલ મંદિર ખોલો… નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના.
3 comments

મંગલ  મંદિર  ખોલો, 
                        દયામય !
      મંગલ  મંદિર  ખોલો,

જીવનવન  અતિ  વેગે  વટાવ્યું
               દ્વાર  ઊભો  શિશુ  ભોળો ; 
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
               શિશુને  ઉરમાં  લો,  લો,
                        દયામય ! 

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
               શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
               પ્રેમ – અમીરસ  ઢોળો,
                        દયામય !
      મંગલ મંદિર ખોલો !

હું ક્યાં કહું છું આપની .. હા હોવી જોઇએ… નવેમ્બર 27, 2006

Posted by Mehul Shah in ગઝલ, મનહર ઉધાસ.
add a comment

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

-’મરીઝ’

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે .. નવેમ્બર 27, 2006

Posted by Mehul Shah in ગઝલ.
add a comment

તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયાં છે !

બીજી તો કોઇ રીતે ના ભૂંસાય ચાંદની .. નવેમ્બર 27, 2006

Posted by Mehul Shah in ગીત.
add a comment

… ઝાંકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની….  !

શાંત ઝરુખે વાટ નિરખતી રુપની રાણી નવેમ્બર 27, 2006

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
add a comment

… મેં એક શહજાદી જોઇ હતી… !