એવું રે તપી ધરતી ઓક્ટોબર 25, 2009
Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: તપ, ધરતી, પારવતી, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, મેહુલો, cn prarthnamandir, sheth cn vidhyalaya
3 comments
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ
એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી
અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…
વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…
કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…
કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….
આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….
વિદ્યાવિહારને.. સપ્ટેમ્બર 12, 2008
Posted by Mehul Shah in સી.એન.સમાચાર.Tags: ambavadi, bhailal shah, C N vidhyalaya, c.n. vidyalaya, cn prarthnamandir, sheth cn vidhyalaya, sheth cn vidyalay, snehrashmi, vidhyavihar, vidyalay, vidyavihar
7 comments