જુઓ, મુદભર વસંત આવે ! ઓક્ટોબર 31, 2009
Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.Tags: અબીલ, ઉપવન, ગુલાલ, દક્ષિણ, નિકુંજ, પનઘટ, પરાગ, ફાગ, માણેક, મૃદુ, મોતી, રંગ, રમઝટ, વસંત, વાટ, વીણા, સુહાગ, સ્નેહરશ્મિ
trackback
કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ
બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?
દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)
જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં ! -બાજે૦
કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)
મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં ! – બાજે૦
રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)
સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં ! -બાજે૦
Advertisements
Very nice song – We never learned it in school.
Thanks Mehul
Just superb!