jump to navigation

રૂપલે મઢી છે સારી રાત રે સજન માર્ચ 31, 2007

Posted by Mehul Shah in ગીત.
5 comments

night.jpg
સાંભળો..
રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત
સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી વાત..
રૂપલે મઢી છે સારી રાત રે સજન.

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એને મોરલીની સૂર કરું વાત રે..(?)
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મહારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત…

ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત(૧૯૬૮)
ગીતકારઃ હરિન્દ્ર
સંગીતકારઃ દિલીપ ધોળકિયા
સ્વરઃ લતા મંગેશકર

Advertisements

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું માર્ચ 24, 2007

Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગીત.
3 comments

kodiyu.jpg
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું..
હે..હું તો નીસરી ભર બજાર જી..
લાજી રે મરું ..મારો સાયબો ખોવાયો..
કોને કહું આવી વાત જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણો બાંધ્યા..
મારે મેઢિયું ઝાક ઝમાળજી રે…
હે..જોબન ઝરુખે રુડી ઝાલરૂં વાગે
ઝાંઝર, ઘૂંઘર, માળ જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …

રાત ઢળીને ઘેરા ઘડીયાળા વાગ્યા
અને પ્રાંગણનાં ફૂટયાં ફૂટ્યા દોરાજી રે..
હે…તો’ય ના આવ્યો, મારો સાયબો સલૂણો
જાગી આઠે પહોરજી…
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …!

ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
ગીતકારઃ ચતુર્ભુજ દોશી
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે માર્ચ 23, 2007

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ.
3 comments

સાંભળો …
જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !

સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.

બાલુની વિધ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે!
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

રચનાઃ બાલુ પટેલ

betrayal1.jpg
(સામસન અને દેલીલા)

સૂના સરવરિયા ને કાંઠડે માર્ચ 20, 2007

Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગરબા, ગીત, વિદ્યાવિહાર ગીતો.
Tags: ,
2 comments

સાંભળો..
સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
-અવિનાશ વ્યાસ
bedalu.jpg

ધારો કે એક સાંજ આપણે મળ્યાં માર્ચ 20, 2007

Posted by Mehul Shah in કાવ્ય, ગઝલ, ગીત, જગદીશ જોષી.
3 comments

સાંભળો ….
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

રચના: જગદીશ જોષી
sanj.jpg

પુનમ તારા અજવાળા ઓછા રે પડ્યા.. માર્ચ 19, 2007

Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગીત, વિદ્યાવિહાર ગીતો.
Tags: , ,
1 comment so far

સાંભળો..ખુબ જ સુંદર ગાયેલું.. 

poonam1.jpg

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ખોબો ભરીને અમે એટલું હસ્યાં માર્ચ 19, 2007

Posted by Mehul Shah in ગીત, જગદીશ જોષી, નિરુપમા શેઠ.
Tags: , , , , , , ,
9 comments

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
રચનાઃ જગદીશ જોષી
સ્વરઃ નિરુપમા શેઠ
khobo.jpg

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય માર્ચ 18, 2007

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, ગીત.
Tags:
2 comments

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.dhumado.jpg  

 

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

રચનાઃ સંદીપ ભાટિયા
સ્વરઃ આશીત દેસાઈ 
સાંભળો..માણસ જેવો માણસ

ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ માર્ચ 17, 2007

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ.
add a comment

ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ…

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ..!

રચનાઃ જવાહર બક્ષી
સ્વરઃ આશીત દેસાઈ
સંગીતઃ તલત અઝીઝ

122837611.jpg

સાંભળો..ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ

ચાલો ને રમીએ હોડી હોડી.. માર્ચ 17, 2007

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , ,
5 comments

hodi.jpg

ચાલો ને રમીએ હોડી હોડી