jump to navigation

વિદ્યાવિહારને.. September 12, 2008

Posted by Mehul Shah in સી.એન.સમાચાર.
Tags: , , , , , , , , , ,
7 comments


banner-bhailal

શાળાના વાર્ષિક મેગેઝીન ‘સેતુ’ માંથી વીણેલા મોતી November 5, 2012

Posted by Mehul Shah in Uncategorized.
3 comments
૧. મારું પ્રાર્થનામંદિર (ઉષા સ્મારક નિબંધ હરીફાઈમાં પ્રથમ આવેલ નિબંધ)-સુરતા ચૌધરી (૮ ડ)
૨. શાળાનું છેલ્લું વર્ષ – ભાવિન ઓઝા (૧૨ ડ)
૩. વિદ્યાર્થીઓને પત્ર – કલ્પેશ જોશી (૧૨ બ)
૪. ગાંધીજી અને ગીતા – આચાર્ય શ્રી સૌભાગ્યચંદ્ર કે. શાહ 

આભાર: ઉર્વી શાહ – ૧૯૮૮ બેચ
આ લેખ સ્મરણિકા સંગ્રહમાં પણ સામેલ કરી દીધા છે.

એક જ દે ચિનગારી, મહાનલ ! October 23, 2012

Posted by Mehul Shah in વિદ્યાવિહાર ગીતો, હરિહર ભટ્ટ.
Tags: , , , , , , , ,
add a comment

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી
મહાનલ, એક જ દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી મહાનલ…
એક જ દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી મહાનલ…
એક જ દે ચિનગારી…
– હરિહર ભટ્ટ

સ્વાધીનોનું ગીત October 22, 2012

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , , , , ,
3 comments


સ્વાધીન અજય છે ભોમ અમારી
મુક્ત અજય અમ સરિતાતીર
ગિરિગહવર ને ખીણ-કોતરો
મુક્ત સદા અમ સાગર-નીર!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

અમે સૌ ઉન્નત-શિર
મુક્ત અભય છે ભોમ અમા
મુક્ત અભય અમ વહે સમીર.

વિશાળ ગૌચર ધણ અમ વિહ
મત્ત મુક્ત અમ ગોપી-ગો
ભર્યાં ભર્યાં ખેતર અમ વિલસે
મુક્ત નભે લહેરતા રો!

સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

સ્વાધીન ખડાં અમ ઘર જહીં રૂડાં
જ્યાં સ્વાધીન સુખી સંસાર
મુક્ત જહીં અમ મા-વહુ-બેટી
ખેલે મુક્ત જહીં અમ બાળ!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

પડે નજર એ પર જે ઝેરી
ખાતી તે અહીં મોત-પછાડ
ઊભા સંત્રી અમે સદા જ્યાં
હિમગિરી સરખા માનવ-પહાડ!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન

વંદન હો આ મુક્ત હવાને
વંદન હો તુજને મા-ભોમ!
અમો જીવતાં મુક્ત તું નિત હો!
મુક્ત નભે જ્યાં સૂરજ-સોમ!

–          ઝીણાભાઇ દેસાઇ, ‘સ્નેહરશ્મિ‘ (પનઘટ પુસ્તક)

આ કાવ્ય વડોદરા થી ઇન્દ્રવદન મીસ્ત્રી એ ટાઇપ કરીને મોકલ્યુ તે બદલ તેમનો આભાર

Ref: gujaratisahityasarita

if you have recording of this song, please share with us.

જુઓ, મુદભર વસંત આવે ! October 31, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , , , , , , , , , , ,
2 comments

બાજે વન ઉપવનમાં

કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ

બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?

દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)

જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં !     -બાજે૦

કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)

મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં !       – બાજે૦

રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)

સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં !         -બાજે૦

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી? October 25, 2009

Posted by Mehul Shah in ઉમાશંકર જોશી, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
2 comments

Haiyu
માનવીનાં હૈયાને

કવિઃ ઉમાશંકર જોશી
ગાયકઃ ભાઈલાલ શાહ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી ? (૨)
માનવીના હૈયાને…

અધ બોલ્યા બોલડે,
થોડે અબોલડે, (૨)

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી? (૨) – માનવી૦

માનવીના હૈયાને….

સ્મિતની જ્યાં વીજળી,
જરી શી ફરી વળી,    (૨)

એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?- માનવી૦

માનવીના હૈયાને …

એવું રે તપી ધરતી October 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
3 comments

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

સી.એન. શ્લોક – 3 October 25, 2009

Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , , , , , , , ,
2 comments

CNDerasar

સી.એન. શ્લોક

ગાયકઃ ભાઈલાલ શાહ

ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંટ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

કોણ આજે રહે બંધ બારણે? July 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , ,
5 comments

farm

કોણ આજે રહે બંધ બારણે?

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

વર્ષા ગીત

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)

સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.

વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.

 આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે.  – કોણ.

કોની જુએ છે તું વાટ? July 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

prerna

કોની જુએ છે તું વાટ
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

કોની જુએ છે તું વાટ, અભાગી !
કોની જુએ છે તું વાટ?

કોણ રે આવી નાવ લાવી તુજ,
નાંગરશે ઉર-ઘાટ ? – કોની.

ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી કાંધે તું ગાંસડી;

આવવાનું નથી કોઈ
તેથી ના રે’વું રોઈ;

જાવાનું છે તારે,
-થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ. – કોની.

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુઃખમાં જોતરી,

તોય છે તારે માથે,
થઈ એક જવું સહુ સાથે,
લેખ લખ્યા છે એ,
માનવી તારે
એક જ, ભવ્ય, લલાટ. – કોની.

તમે રે સુંદરવનનાં સૂડલા રે July 18, 2009

Posted by Mehul Shah in અચલ મહેતા, ગરબા, ગીત.
Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,
2 comments

Sudlo

તમે રે સુંદરવનનાં સૂડલા

અચલ મહેતા, ઋષભ ગ્રુપ

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવકંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)

તમે રે મહેરામણ, અમે છીપલાં રે , તમે રે મોતી ને અમે હેલ રે,(૨)
તમે રે માટી ને અમે કોડિયાં, તમે દીવો ને અમે વાટ રે,
જ્યોત રે વિનાનાં દોનો ઝૂરતાં(૨)

તમે રે માટી ને અમે કોડિયાં રે, તમે રે દીવો ને અમે વાટ રે,
સામા રે કાંઠાના અમે પંખીડા રે, ઊડીને આવ્યારે આ પાર હો,
પ્રીત રે પડાળે અમે હીંચતા,

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવ કંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)