jump to navigation

એવું રે તપી ધરતી ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
trackback

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

ટિપ્પણીઓ»

1. Kumi Pandya - ઓક્ટોબર 25, 2009

Mehul
Best wishes for new year…Saal Mubaarak. Ghanaa vakhate tame navaa geeto post karyaa. Thanks…..
Kaumudi Pandya

2. એવું રે તપી ધરતી - પ્રહલાદ પારેખ | ટહુકો.કોમ - જૂન 26, 2010
3. CHAMAN - એપ્રિલ 16, 2014

ભાઈ, આજે આ ગીત વાંચ્યું. મારૂં બાળપણ યાદ આવી ગયું. હું જ્યારે પાંચમા ધોરણમાં ભણતો’તો તેદિ’ આ કાવ્ય મારે ભણવા માં આવતું . અમારા ગુજરાતી ટીચર ખીમજી ભાઈ આહિર આ કાવ્ય ગાતા.


Leave a comment