jump to navigation

આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં જાન્યુઆરી 4, 2009

Posted by Mehul Shah in ગઝલ, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , , ,
trackback
anch1

આપણા સંબંધ આપણી વચ્ચે

આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.

કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.

ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે..ગામ વિનાનાં.

ટિપ્પણીઓ»

No comments yet — be the first.

Leave a comment