jump to navigation

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના જુલાઇ 3, 2008

Posted by Mehul Shah in ગરબા, ગીત.
trackback

 સાંભળો..ઉંબરે ઊભી સાંભળું રે

કવિ શ્રી મણિલાલ દેસાઇ
સ્વર: ફાલ્ગુની પાઠક
મને આ ગીતમાં વાગતા ઢોલનો તાલ બહું જ ગમ્યો,
ગરબાનાં સ્ટેપ્સ સારા લઈ શકાય..!
હું જાણું છું કે ગીત ના શબ્દો અને મૂળ રાગ નથી સચવાયો,
પણ સાંભળવું ગમે છે.. કદાચ તમને પણ..?
 

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

મૂળ રાગમાં…

ટિપ્પણીઓ»

1. pragnaju - જુલાઇ 3, 2008

ખૂબ જાણીતું ગમતું ગીત આજે ન માણી શકાયું!
કદાચ ટૂરની નવી જગ્યા-નવૂ કોમ્પ્યુટર!
પ્રજ્ઞાજુ વ્યાસ
૧૪૬ સનીંગડેલ ડ્રાઈવ
જ્યોર્જ ટાઉન કંટકી

2. jayeshupadhyaya - જુલાઇ 18, 2008

મણીલાલે પોતાના સંગ્રહનું નામ રાનેરી બહુજ સુચક રીતે આપ્યું હતું નીરુપમા શેઠના અવાજમાં એક કાર્યક્રમમાં સાંભળેલું


Leave a reply to pragnaju જવાબ રદ કરો