jump to navigation

આ નભ ઝૂક્યું તે કાનજી.. ફેબ્રુવારી 27, 2007

Posted by Mehul Shah in કૃષ્ણગીત, ગીત, પ્રિયકાંત મણિયાર.
trackback

ગીતકારઃ પ્રિયકાંત મણિયાર
થોડાક જુદા રાગ,ઢાળ અને સ્વરમાં…
radha-krishna1.jpg

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !

ટિપ્પણીઓ»

1. Neela Kadakia - માર્ચ 7, 2007

મારાં ગમતીલા ગીતો છે.


Leave a reply to Neela Kadakia જવાબ રદ કરો