jump to navigation

વનની તે વાટમાં તું ભૂલી પડી સપ્ટેમ્બર 16, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
trackback

વનની તે વાટમાં

ગાયકઃ પરાગી પરમાર
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

ટિપ્પણીઓ»

1. pragnaju - સપ્ટેમ્બર 16, 2008

અજાણી રચના મધુર કંઠમા ગમી

2. વનની તે વાટમાં તું ભૂલી પડી રે.. - ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘ | ટહુકો.કોમ - જાન્યુઆરી 6, 2011

[…] આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ અને પ્રાર્થના મંદિર […]


Leave a comment