jump to navigation

આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

wind 

આવે છે હવા

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? –  આવે છે.
   વાદળ કેરું ધણ હલાવી,
   હેલે સાયર નીર ચડાવી,
   વાંસવને કૈં સૂર બજાવી,
   ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
     એક તારેથી તારલે બીજે
     આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.

Advertisements

તું અહીં ક્યાંય નથી જાન્યુઆરી 25, 2009

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગીત, તલત અઝીઝ, સુરેન ઠક્કર 'મેહુલ'.
Tags: , , , , , , , , , , ,
add a comment

rose

તું અહીં ક્યાંય નથી
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)

મારા઼ ઼઼઼ ની હવાઓય બધે  સુની છે
અને સાવનની  ઘટાઓય હાલ ભૂલી છે,
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,

સૂની રણઝણ  સૂની ઝરમર અહીં અટૂલી છે
નથી ખબર કે કેવી રીતે મન મનાવું છું,
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)

મારે હોળી ને દિવાળી બધું એક જ છે,
મારા હૈયાની દશા બારેમાસ એક જ છે,
નસીબ સ્વપ્ન થઈ મળે તો એનું શું કરવું,
કરીને આંખ બંધ, ઘર હજી સજાવુ છું

તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)

– સુરેન ઠાકર ‘મેહુલ’

ખુશખુશાલી…..હવામાં આજ વહે છે…. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
add a comment

આપણું મનગમતું ગીત..જે સી.એન. ની ઓળખ બની ગયું છે…. તે વખતે આપણે  ખુશખુશાલી શબ્દની જ રાહ જોઇને બેસતાં હતાં.. તો ફરીથી એક વખત આપણાં અંતરપટ ઉપર અંકિત થઇ ગયેલો આ શબ્દ ઘૂંટીને ઘાટ્ટો કરી લઇએ….. એક સાથે ગાઇએ………

ખુશખુશાલી

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે મધુરતાની ચર્ચા કરે…(2)

દૂર દિગંજે  અધીર  એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા… ડોલે બોલે સુખની કથા.. 

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

ફરક ફરકતું મુક્ત હવામાં.. નવેમ્બર 26, 2006

Posted by Mehul Shah in ગીત, બાળ ગીતો, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , ,
1 comment so far

ફરક ફરકતું મુક્ત હવામાં