jump to navigation

એવું રે તપી ધરતી ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
3 comments

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

Advertisements

કોણ આજે રહે બંધ બારણે? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , ,
5 comments

farm

કોણ આજે રહે બંધ બારણે?

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

વર્ષા ગીત

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)

સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.

વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.

 આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે.  – કોણ.

કોની જુએ છે તું વાટ? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

prerna

કોની જુએ છે તું વાટ
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

કોની જુએ છે તું વાટ, અભાગી !
કોની જુએ છે તું વાટ?

કોણ રે આવી નાવ લાવી તુજ,
નાંગરશે ઉર-ઘાટ ? – કોની.

ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી કાંધે તું ગાંસડી;

આવવાનું નથી કોઈ
તેથી ના રે’વું રોઈ;

જાવાનું છે તારે,
-થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ. – કોની.

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુઃખમાં જોતરી,

તોય છે તારે માથે,
થઈ એક જવું સહુ સાથે,
લેખ લખ્યા છે એ,
માનવી તારે
એક જ, ભવ્ય, લલાટ. – કોની.

આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

wind 

આવે છે હવા

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? –  આવે છે.
   વાદળ કેરું ધણ હલાવી,
   હેલે સાયર નીર ચડાવી,
   વાંસવને કૈં સૂર બજાવી,
   ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
     એક તારેથી તારલે બીજે
     આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.

પેલો જાય મેહુલો એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , ,
4 comments

rain

પેલો જાય મેહુલો

ગાયકઃ ભાઈલાલ શાહ

કવિઃ પ્રહલાદ પારેખ

પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો(૨)
એની વીજનટીએ કામણ કીધું

ઠમકો એવો એક દીધેલો.પેલો..(૨)
એના નીરની ધારા, સુણાવે ગીત એ પ્યારા(૨)

એના મેઘમૃદંગના તાલમાં વાયુ,
દોડતો જાણ ભાનભૂલેલો..પેલો..(૨)

એના શ્યામલ રૂપે, ભર્યું છે શુંય જાદુ તે, 
નહીં મન ક્યાંય રોકાયે, દોડતું જાયે..
મોહિત તેણ આજ કરેલો ….પેલો..(૨)

(સરવાણિ કાવ્ય સંગ્રહ માથી)