jump to navigation

એવું રે તપી ધરતી ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
3 comments

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

Advertisements

કોણ આજે રહે બંધ બારણે? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , ,
5 comments

farm

કોણ આજે રહે બંધ બારણે?

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

વર્ષા ગીત

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)

સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.

વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.

 આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે.  – કોણ.

હાલો રે હાલો મેળે જઈએ જાન્યુઆરી 25, 2009

Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , ,
add a comment

tarnetar-mela

હાલો રે હાલો મેળે જઈએ

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૮)
–ભાગ્યેશ ઝા

હાલો ભેરુ ગામડે .. ડિસેમ્બર 4, 2006

Posted by Mehul Shah in ગીત, બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , , , , ,
1 comment so far

આ આવે છે ધરતીના સાદ રે..હાલો..ભેરુ ગામડે… હાલો ભેરુ ગામડે..
હાલો ભેરુ ગામડે

ખુશખુશાલી…..હવામાં આજ વહે છે…. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
add a comment

આપણું મનગમતું ગીત..જે સી.એન. ની ઓળખ બની ગયું છે…. તે વખતે આપણે  ખુશખુશાલી શબ્દની જ રાહ જોઇને બેસતાં હતાં.. તો ફરીથી એક વખત આપણાં અંતરપટ ઉપર અંકિત થઇ ગયેલો આ શબ્દ ઘૂંટીને ઘાટ્ટો કરી લઇએ….. એક સાથે ગાઇએ………

ખુશખુશાલી

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે મધુરતાની ચર્ચા કરે…(2)

દૂર દિગંજે  અધીર  એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા… ડોલે બોલે સુખની કથા.. 

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

જાગ રે જાગ મુસાફર વ્હેલો નવેમ્બર 26, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , ,
add a comment

 

જાગ રે જાગ મુસાફર વ્હેલો

 

જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ (૨)
રાત સિધાવે દિન જો આવે (૨)
દરવાજો તુજ હજી દીધેલો ! – જાગ૦ (૨)

ધરતીનાં સપનાં શું જુએ? (૨)
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ-
રખે રહે તું તિમિર-ડૂબેલો ! – જાગ૦ (૨)

ચાલ ધરાનાં બંધન તોડી, (૨)
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી –
સંઘ ગયો તું રહ્યો અકેલો ! – જાગ૦ (૨)

પ્રાચીનાં નયનો જો ખૂલે, (૨)
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે –
પનઘટ પર જામ્યો છે મેળો ! – જાગ૦  (૨)

– ‘સ્નેહરશ્મિ’