jump to navigation

એક જ દે ચિનગારી, મહાનલ ! ઓક્ટોબર 23, 2012

Posted by Mehul Shah in વિદ્યાવિહાર ગીતો, હરિહર ભટ્ટ.
Tags: , , , , , , , ,
add a comment

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી
મહાનલ, એક જ દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી મહાનલ…
એક જ દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી મહાનલ…
એક જ દે ચિનગારી…
– હરિહર ભટ્ટ

Advertisements

કોની જુએ છે તું વાટ? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

prerna

કોની જુએ છે તું વાટ
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

કોની જુએ છે તું વાટ, અભાગી !
કોની જુએ છે તું વાટ?

કોણ રે આવી નાવ લાવી તુજ,
નાંગરશે ઉર-ઘાટ ? – કોની.

ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી કાંધે તું ગાંસડી;

આવવાનું નથી કોઈ
તેથી ના રે’વું રોઈ;

જાવાનું છે તારે,
-થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ. – કોની.

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુઃખમાં જોતરી,

તોય છે તારે માથે,
થઈ એક જવું સહુ સાથે,
લેખ લખ્યા છે એ,
માનવી તારે
એક જ, ભવ્ય, લલાટ. – કોની.

તમે રે સુંદરવનનાં સૂડલા રે જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in અચલ મહેતા, ગરબા, ગીત.
Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,
2 comments

Sudlo

તમે રે સુંદરવનનાં સૂડલા

અચલ મહેતા, ઋષભ ગ્રુપ

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવકંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)

તમે રે મહેરામણ, અમે છીપલાં રે , તમે રે મોતી ને અમે હેલ રે,(૨)
તમે રે માટી ને અમે કોડિયાં, તમે દીવો ને અમે વાટ રે,
જ્યોત રે વિનાનાં દોનો ઝૂરતાં(૨)

તમે રે માટી ને અમે કોડિયાં રે, તમે રે દીવો ને અમે વાટ રે,
સામા રે કાંઠાના અમે પંખીડા રે, ઊડીને આવ્યારે આ પાર હો,
પ્રીત રે પડાળે અમે હીંચતા,

તમે રે સુંદરવનનાં સૂડલા રે, અમે તો તવ કંઠનો કિલકાર,
અમે રે વેલી ને તમે બાંધવા મનનાં મળ્યા તારેતાર હો,
એક રે વાડીના દોનો તૂંબડા (૨)

આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

wind 

આવે છે હવા

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? –  આવે છે.
   વાદળ કેરું ધણ હલાવી,
   હેલે સાયર નીર ચડાવી,
   વાંસવને કૈં સૂર બજાવી,
   ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
     એક તારેથી તારલે બીજે
     આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.

પેલો જાય મેહુલો એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , ,
4 comments

rain

પેલો જાય મેહુલો

ગાયકઃ ભાઈલાલ શાહ

કવિઃ પ્રહલાદ પારેખ

પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો(૨)
એની વીજનટીએ કામણ કીધું

ઠમકો એવો એક દીધેલો.પેલો..(૨)
એના નીરની ધારા, સુણાવે ગીત એ પ્યારા(૨)

એના મેઘમૃદંગના તાલમાં વાયુ,
દોડતો જાણ ભાનભૂલેલો..પેલો..(૨)

એના શ્યામલ રૂપે, ભર્યું છે શુંય જાદુ તે, 
નહીં મન ક્યાંય રોકાયે, દોડતું જાયે..
મોહિત તેણ આજ કરેલો ….પેલો..(૨)

(સરવાણિ કાવ્ય સંગ્રહ માથી)

મારા તો માનવીના ગીત એપ્રિલ 10, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
add a comment

 sky

મારા તો માનવીના ગીત

ગાયકઃ ભાઈલાલભાઈ શાહ

મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે.. 

માળા બાંધીને એ તો બેસે જઈ ઝૂલવારે..(૨)
હૈયાના હેતમાં દુનિયાને ભૂલવાને,
ભવભવના વેરી સંગે મનડું માંડે છે મોંઘી  પ્રીત રે.. 
 મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે..

મનખાની માયા મારી કેમેયના છૂટશે રે..(૨)
દોરી આ આયખાની ક્યારેયના તૂટશે રે..(૨)
ઘડીપલના ઘટમાં એ તો જુગ જુગ માણ્યાની એની જીત રે..

મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે..
મારા તો માનવીના ગીત રે..(૨)

કહો શાને મહાસુંદર ડિસેમ્બર 8, 2006

Posted by Mehul Shah in ગીત, નાથાલાલ દવે, પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , ,
3 comments

કહો શાને મહાસુંદર
કવિઃ નાથાલાલ દવે

મહાસુંદર હે !
કહો શાને મહાસુંદર હે !(૨)
શાને આવાં નવ નવ રુપે –
આવી વસો મુજ અંતરે? – કહો શાને૦

સૂર્ય કિરણની પીંછી ઝબોળી
અજબ રંગ કંઈ ઘોળી ઘોળી (૨)
સકલ ચરાચરમાં રંગોળી(૨)
પૂરો કેમ નિરંતર હે ! – કહો શાને૦

ગાતાં વ્યોમે ગાન વિહંગો
ગાય સિન્ધુના લક્ષ તરંગો (૨)
મનુજ કંઠનાં આવે મંજુલ – હા ..મનુજ કંઠનાં આવે મંજુલ
ગાન વહી મુજ પ્રાણે
શૄજનતણા સંગીતરુપે-
હે સુંદર ! આવો શાને? – કહો શાને૦

તમે આવો નાજુક ફૂલ બની
કે દૄષ્ટિ નિર્મ્લા નયનતણી (૨)
આનંદએ મારું જીવન ભરી (૨)
રસ રુપ ગંધ કે ગાને
નવ નવાં રહસ્યો પ્રગટ કરી
હે સુંદર ! આવો શાને ? – કહો શાને૦

નિત નિત આ અમૃત વરસાવી
આત્માંકુર હળવે વિક્સાવી (૨)
પાંખડીએ સૌરભ પ્રગટાવી હા..પાંખડીએ સૌરભ પ્રગટાવી
શતદલ પદ્મસભા હૈયે –
આસન લેશો નિરંતર હે !  – કહો શાને૦ 

ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું.. નવેમ્બર 28, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
1 comment so far

ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું

આ ગરબાનું અમારા કુટુંબમાં આગવું સ્થાન છે … મારા નાનાજીનું સંગીત અને એમના જ  તબલાની થપાટ ઉપર એમની છોકરી ( મારી મમ્મી) અને સાથી મિત્રોએ (ધોરણ 9 ) રાષ્ટ્રીય કક્ષાની  નૃત્ય  સ્પર્ધામાં બીજા નંબરે આવીને શેઠ સી.એન.વિધ્યાવિહાર અને ગુજરાતનું નામ રોશન કરેલું..

આ ગરબો ઓરીજિનલ ગરબાથી અહીં તેના ધીમા ઢાળમાં ગવાયો છે એવું મારી મમ્મીએ કહેલું…

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.. નવેમ્બર 26, 2006

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
1 comment so far

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. …મારીo

– સુંદરમ્

જાગ રે જાગ મુસાફર વ્હેલો નવેમ્બર 26, 2006

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , ,
add a comment

 

જાગ રે જાગ મુસાફર વ્હેલો

 

જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ (૨)
રાત સિધાવે દિન જો આવે (૨)
દરવાજો તુજ હજી દીધેલો ! – જાગ૦ (૨)

ધરતીનાં સપનાં શું જુએ? (૨)
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ-
રખે રહે તું તિમિર-ડૂબેલો ! – જાગ૦ (૨)

ચાલ ધરાનાં બંધન તોડી, (૨)
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી –
સંઘ ગયો તું રહ્યો અકેલો ! – જાગ૦ (૨)

પ્રાચીનાં નયનો જો ખૂલે, (૨)
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે –
પનઘટ પર જામ્યો છે મેળો ! – જાગ૦  (૨)

– ‘સ્નેહરશ્મિ’