jump to navigation

સ્વાધીનોનું ગીત ઓક્ટોબર 22, 2012

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , , , , ,
3 comments


સ્વાધીન અજય છે ભોમ અમારી
મુક્ત અજય અમ સરિતાતીર
ગિરિગહવર ને ખીણ-કોતરો
મુક્ત સદા અમ સાગર-નીર!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

અમે સૌ ઉન્નત-શિર
મુક્ત અભય છે ભોમ અમા
મુક્ત અભય અમ વહે સમીર.

વિશાળ ગૌચર ધણ અમ વિહ
મત્ત મુક્ત અમ ગોપી-ગો
ભર્યાં ભર્યાં ખેતર અમ વિલસે
મુક્ત નભે લહેરતા રો!

સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

સ્વાધીન ખડાં અમ ઘર જહીં રૂડાં
જ્યાં સ્વાધીન સુખી સંસાર
મુક્ત જહીં અમ મા-વહુ-બેટી
ખેલે મુક્ત જહીં અમ બાળ!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

પડે નજર એ પર જે ઝેરી
ખાતી તે અહીં મોત-પછાડ
ઊભા સંત્રી અમે સદા જ્યાં
હિમગિરી સરખા માનવ-પહાડ!
સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન

વંદન હો આ મુક્ત હવાને
વંદન હો તુજને મા-ભોમ!
અમો જીવતાં મુક્ત તું નિત હો!
મુક્ત નભે જ્યાં સૂરજ-સોમ!

–          ઝીણાભાઇ દેસાઇ, ‘સ્નેહરશ્મિ‘ (પનઘટ પુસ્તક)

આ કાવ્ય વડોદરા થી ઇન્દ્રવદન મીસ્ત્રી એ ટાઇપ કરીને મોકલ્યુ તે બદલ તેમનો આભાર

Ref: gujaratisahityasarita

if you have recording of this song, please share with us.

Advertisements

જુઓ, મુદભર વસંત આવે ! ઓક્ટોબર 31, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , , , , , , , , , , ,
2 comments

બાજે વન ઉપવનમાં

કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ

બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?

દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)

જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં !     -બાજે૦

કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)

મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં !       – બાજે૦

રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)

સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં !         -બાજે૦

સુણી મેં ફરી..તેજ કથા.. દિવ્ય કથા.. સપ્ટેમ્બર 19, 2008

Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
4 comments

સુણી મેં ફરી, તેજ કથા

ગાયકઃ નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
 હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
 હો..આજ પધારે હરિ…(૨)

વણઝારા હે વણઝારા, આપણે મલક તું ચાલ રે સપ્ટેમ્બર 18, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , , , ,
1 comment so far

વણઝારા…હે..વણઝારા

ગાયકઃ ગાયત્રી રાવલ
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

વણઝારા…હે..વણઝારા,
આપણે મલક તું ચાલ રે,
આવે તે દેશ મારે રહેવું નથી, આપણે મલક તું ચાલ રે..

મિત્રો, શબ્દો સમજાતા નથી તો માર્ગદર્શન આપવા વિનંતી !

 

રુએ મારી રાત આ વાલમ સપ્ટેમ્બર 17, 2008

Posted by Mehul Shah in ગીત, સ્નેહરશ્મિ.
Tags: , , , , , ,
1 comment so far

રુએ મારી રાત આ વાલમ

ગાયકઃ દિવ્યાંગ અંજારિયા
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)
સાંભળી વાત રે વાલમ, સાંભળી છાની રાત..
એનો ચાંદો એના તારા, પૂછે એકબીજાને,
દિશા શાથી ભૂંસાઈ સઘળી, ધુમ્મસ ચોગમ શાને?

નો’ય ધુમ્મસ સજની મારી, નો’ય એ ઘેરા વાદળ,
નેણેના નિશ-દી, (?) એ તો ઝાકમળ
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)

લાગે ભાળ તો દેજે તેને સંદેશો જઈ મારો(૨)
વેળા આવી તે જડશે નહીં રે, ઓરો કે ઓવારો,
પડશે નજરે ત્યાં નહીં કોઇ, સાથ ઘેરુ કે સથવારે,
રહેશે સાથ રે આંસુ જડનો વાલમ મારા ઘોર ઘૂઘવત ખારો

રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)

વનની તે વાટમાં તું ભૂલી પડી સપ્ટેમ્બર 16, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
2 comments

વનની તે વાટમાં

ગાયકઃ પરાગી પરમાર
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો સપ્ટેમ્બર 13, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
2 comments


સમી સાંજનો ટહુકો

ગાયકઃ ગાયત્રી રાવળ
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો,
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો,
સમી સાંજનો …

સમી સાંજનો ટહુકો, હો જી ચાંદાની આંખડીએ,
નીકળૂં હૂં તો ફરવા ચઢીને, સૂરજની ચાખડીએ,
દૂર દૂર તે નજરે આવી, નાજુક નમણી ચારુ,
ચહું પૂછવા તેને હું તો કોની તું વહુવારું…
સમી સાંજનો ટહુકો…

સ્મિતે એના રહ્યું વેરાઈ, દિશ દિશમાં અજવાળું,
ત્યાં તો મારી દ્રષ્ટિ પર એ, ધીડી ગયું કો’તાળું,
ચિતરાની હું ચીઠ્ઠી- ટહુકો, તાળૂં એ ખખડાવે,
અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે,
સમી સાંજનો ટહુકો…

ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો,
અમાસ મારી ગયો  ઊજાળી,  એ તો અમથો અમથો,
લીલા વનમાં રમે ચૂંદડી, ચાંદો રમવા આવ્યો
ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો..

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો (૨)
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો.

ઓઢણી લહેરલ લહેરલ જાય સપ્ટેમ્બર 12, 2008

Posted by Mehul Shah in ગરબા, ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: ,
1 comment so far


ઓઢણી લહેરલ લહેરલ જાય
ગાયકઃ આરતી મુનશી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી સપ્ટેમ્બર 10, 2008

Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
add a comment

રુમઝુમ પગલે ચાલી

ગાયકઃ પરાગી પરમાર
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)

ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી સપ્ટેમ્બર 8, 2008

Posted by Mehul Shah in ગીત, સ્નેહરશ્મિ.
Tags: , ,
2 comments

 

સાંજ પડીને ઘેર જવા

ગાયકઃ નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી,
દીઠી મેં ત્યાં .. આવતી સામે..(૨) બાળા એક ભોળી,
સાંજ પડીને ઘેર જવા હું…

દીઠા તેના નેણ સુહાગી, સુહાગી નેણ તેના,
ધીમે રહીને પૂછ્યું તેને કોની કહે તું બહેના?!
લજામણીના છોડ સમી તે નમણી નાજુક વેલ,
બોલ સૂણીને આંખ ઢળી તે, આંખ તે નમેલી,
સાંજ પડીને ઘેર જવા હું…

કાળા કાળા કેશ તારા, કેશ તારા કાળા (૨)
દિન સાથે બેસી રજનીએ ગૂંથ્યા ક્યારે બાળા?(૨)
ગૌર ભરેલા વદને તેને ગોરા મુગ્ધ ગાલે,(૨)
નાનકડા બે ગુલાબ ખીલ્યા, ઊષા ખીલી કંઈ ગાલે (૨)
સાંજ પડીને ઘેર જવા હું…

(?) ડગલા ભર્યા આગળ, ડગ ભર્યા મેં ચાર,
ઊંચી નીચી થતી મેં તેને, હૈયે દીઠી માળ (૨)
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી,
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ઊઘાડી ..(૨)
સાંજ પડીને ઘેર જવા હું…

વેણી માથે ફૂલ ગૂંથ્યા મેં, ફૂલ ગૂંથ્યા મેં સાત,
કંઠે મારે રહ્યા વીંટાઈ નાજુક તે બે હાથ…!(૨)