jump to navigation

જુઓ, મુદભર વસંત આવે ! ઓક્ટોબર 31, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , , , , , , , , , , ,
2 comments

બાજે વન ઉપવનમાં

કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ

બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?

દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)

જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં !     -બાજે૦

કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)

મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં !       – બાજે૦

રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)

સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં !         -બાજે૦

Advertisements

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી? ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ઉમાશંકર જોશી, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
2 comments

Haiyu
માનવીનાં હૈયાને

કવિઃ ઉમાશંકર જોશી
ગાયકઃ ભાઈલાલ શાહ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી ? (૨)
માનવીના હૈયાને…

અધ બોલ્યા બોલડે,
થોડે અબોલડે, (૨)

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી? (૨) – માનવી૦

માનવીના હૈયાને….

સ્મિતની જ્યાં વીજળી,
જરી શી ફરી વળી,    (૨)

એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?- માનવી૦

માનવીના હૈયાને …

એવું રે તપી ધરતી ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
3 comments

Dharti

એવું રે તપી ધરતી

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

સી.એન. શ્લોક – 3 ઓક્ટોબર 25, 2009

Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શ્લોક.
Tags: , , , , , , , ,
2 comments

CNDerasar

સી.એન. શ્લોક

ગાયકઃ ભાઈલાલ શાહ

ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંટ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

કોણ આજે રહે બંધ બારણે? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , ,
5 comments

farm

કોણ આજે રહે બંધ બારણે?

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

વર્ષા ગીત

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)

સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.

વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.

 આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે.  – કોણ.

કોની જુએ છે તું વાટ? જુલાઇ 18, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

prerna

કોની જુએ છે તું વાટ
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

કોની જુએ છે તું વાટ, અભાગી !
કોની જુએ છે તું વાટ?

કોણ રે આવી નાવ લાવી તુજ,
નાંગરશે ઉર-ઘાટ ? – કોની.

ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી કાંધે તું ગાંસડી;

આવવાનું નથી કોઈ
તેથી ના રે’વું રોઈ;

જાવાનું છે તારે,
-થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ. – કોની.

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુઃખમાં જોતરી,

તોય છે તારે માથે,
થઈ એક જવું સહુ સાથે,
લેખ લખ્યા છે એ,
માનવી તારે
એક જ, ભવ્ય, લલાટ. – કોની.

આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

wind 

આવે છે હવા

કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? –  આવે છે.
   વાદળ કેરું ધણ હલાવી,
   હેલે સાયર નીર ચડાવી,
   વાંસવને કૈં સૂર બજાવી,
   ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
     એક તારેથી તારલે બીજે
     આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , , , , , , , , , , , ,
2 comments

 bharthari

 દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં

( Raja Bharthari and Rani Pingala – Lokkatha)
ગાયકઃ ભાઈલાલ શાહ

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં,
પૂરવ જનમનાં સમાચારને(૨)

પે’લા પે’લા ભવમાં રાણી,
તમે હતાં મેના ને અમે રે પોપટ રાજા રામનાં(૨)
પારધીએ આવી અમને ફાંસલો નાખ્યો ને
ફાંસલે વીંધાણા મારા પ્રાણ રાણી પીંગળા,
ઈ રે કારણીયે હું મરણ જ પામ્યો ને,
તું કેમ ના’વી મારી રાણી પીંગળા…… દલડાં(૨)

બીજા બીજા ભવમાં રાણી,
તમે હતાં મૃગલી ને અમે હતાં મૃગ સરદાર રે (૨)
કદલી રે વનમાં ચારો ચરવાંને ગ્યાં ત્યારે
પારધીએ મારેલાં બાણ રાણી પીંગળા
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને
તું કેમ ના’વી મારી સાથ રાણી પીંગળા હો.. દલડાં(૨)

ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તમે હતાં બ્રાહ્મણીને અમે હતાં પંડિતરા’ય રે
શિવજીને કારણે, ફૂલ વીણવાં ગ્યાં ત્યારે
ડસેલો કળૂડો નાગ રે..
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને..(૨)

ચોથા ચોથા ભવમાં રાણી,
તમે તો પીંગળા ને અમે રે ભરથરી રા’ય રે (૨)
ચાર ચાર જુગના રાણી ઘરોવાસ ભોગવ્યાં તો યે
તું ના ચાલી મારી સાથ રે .. રાણી પીંગળા(૨)

કાયાને કારણે મેં ભેખ જ લીધો ને (૨)
ભિક્ષા દિયોને મોરી માય રાણી પીંગળા…. હો દલડાં સંભારો (૨) 

Same song from Gujarati Movie
Bhiksha dene Maiya Pingala


from ” Bharthari” – Hindi Movie

bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala

kaise dekhuun jog tumhaara  - 2
gaayuun prahar kataar raaja bharatari
karm-likhi na mite kise se  - 2
karnahaar karataar maiya pingala

kesar-chandan chhod ke raaja  - 2
linhi bhabhuuti dhaar raaja bharatari
kesar kaaya raakh banegi  - 2
isamein kaun singaar maiya pingala

alakh jagaavo mahal mein raaja  - 2
duungi aanchal daar raaja bharatari
jogi to jangal ke baasi  - 2
kaisa ghar-sanasaar maiya pingala

daya na aayi o niramohi  - 2
o niramohi chhod chale majhadhaar raaja bharatari
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan alakh niranjan alakh niranjan
alakh niranjan japo ri maiya  - 2
ho bhav-saagar paar maiya pingala

bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala
jog utaaro raaja bharatari
raani kare hai pukaar raaja bharatari
bhiksha de-de maiya pingala
jogi khada hai dwaar maiya pingala

દીધી તેં આ જગાડી તૃષા એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , ,
2 comments

summer 

દીધી તેં આ જગાડી તૃષા

ગાયકઃ ભાઈલાલ શાહ
કવિઃ પ્રહલાદ પારેખ

દીધી તેં આ જગાડી તૃષા,
 તવ પ્રચંડ દહને (૨)
ગગન હે! વૈશાખી તવ અગને..
લાગે છે આજે  ઘોર પિપાસા ભુવનને ગહને…દીધી(૨)

જાગે છે આજ એ શુષ્ક કાનને, તપ્ત આ ફૂલ પવને,
શિખરે શિખરે જાગતી એ તો ધૂળ કણે કણે
આજ ધરાની ભીતર જાગે (૨)
બીજ તણા મને… દીધી(૨)

શોષ પડ્યો એ દીનને કંઠે(૨)
રાત તૃષાતુર નહીં એ જંપે,
માનવનું મન આજ ભરાયું, પ્યાર તણા અજંપે,
આજ ચરાચર થાય છે આતુર,
માંગે છે એ મેઘને, દીધી તેં આગ..(૨)

તારા સ્વજન તને જાય મૂકી તો એપ્રિલ 22, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
4 comments

 candle

તારા સ્વજન તને જાય મૂકી તો

ગાયકઃ ભાઈલાલ શાહ

તારા સ્વજન તને જાય મૂકી તો,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના,

તારી આશાલતા પડશે તૂટી, ફુલ ફલે એમ ફાલશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

માર્ગે તિમિર ઘોર ઘેરાશે, એટલે તો તું અટકી જાશે
વારંવારે ચેતવે દીવો, ખેર જો દીવો ચેતશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

બારણા તને બંધ મળે, એટલે તો તું પાછો વળે(૨)
વારંવારે ઠેલવા પડે, ખેર જો દ્વારો ખૂલશે ના,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

સુણી તારા મુખની વાણી, વીંટળાશે વન-વનનાં પ્રાણી (૨)
તો’ય પોતાના ઘરમાં તારે, પાં’ણના હૈયા ગળશે ના…
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.