jump to navigation

આપને તારા અંતરનો એક તાર નવેમ્બર 29, 2008

Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , ,
3 comments

વિદ્યાવિહાર સ્વરાંકન 
રાગઃ મારુ બિહાગ – મધ્યલય |  તાલઃ દાદરા
ગાયકઃ ભાઈલાલભાઈ શાહ
કવિઃ ‘બાદરાયણ’

krishna5

આપને તારા અંતરનો એક તાર

Advertisements

સુણી મેં ફરી..તેજ કથા.. દિવ્ય કથા.. સપ્ટેમ્બર 19, 2008

Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.
Tags: , , ,
4 comments

સુણી મેં ફરી, તેજ કથા

ગાયકઃ નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
 હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
 હો..આજ પધારે હરિ…(૨)

ઉઠ જાગ મુસાફિર ભોર ભયી ઓગસ્ટ 14, 2008

Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો.
1 comment so far

વિદ્યાવિહાર સ્વરાંકન 
રાગઃ ભૈરવ

ઉઠ જાગ મુસાફિર ભોર ભયી

 

 

 

હરિ દર્શન કી પ્યાસી – સૂરદાસ ઓગસ્ટ 14, 2008

Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , ,
add a comment

વિદ્યાવિહાર સ્વરાંકન 
રાગઃ કેદાર
હરિ દર્શન કી પ્યાસી

વૈષ્ણવ જન તો તેને રે કહીયે ઓગસ્ટ 2, 2008

Posted by Mehul Shah in આશીત દેસાઈ, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો, Uncategorized.
4 comments

વૈશ્વિક સંદેશો, વિશ્વ માનવનો..

    અલગ અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં…. 


વિદ્યાવિહાર સ્વરાંકન રાગઃ ખમાજ

૧. આપણા આશિતભાઈ દેસાઈના સ્વરમાં
(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)

૨. લતા મંગેશકરનાં સ્વરમાં..

૩. સોનુ નિગમનાં સ્વરમાં..
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી – અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)

૪. પંડિત જસરાજ અને શંકર મહાદેવનનાં સ્વરમાં..

૫.ગાંધીજીનાં દેહાંત સમયે કરુણ રસમાં…

૬. વાંસળી અને તબલા, ફક્ત વાદ્યસૂરમાં .. 

૭. ફિલ્મઃ “વૉટર”માં સમૂહમાં ગવાયેલું…

 

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે
ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
 

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

 

હે શારદે મા !હે શારદે મા ! જૂન 9, 2008

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
5 comments

 

Sharda
(શેઠ સી.એન. શિશુવિહારના પ્રાંગણમાં મુકેલું ચિત્ર )
 

સાંભળો..હે શારદે મા
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય

 

હે શારદે મા !હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
હમ હે અકેલે, હમ હે અધૂરે..
તેરી શરણ હમ, હમેં તાર દે મા..
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

મુનિઓને સમજી, ગુણીઓને જાની,
વેદોં કી ભાષા, પુરાનોં કી બાની,
હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,
વિદ્યાકા હમકો અધિકાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,
હાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,
મનસે હમારેં મિટાદે અંધેરા,
હમકો ઉજાલોં કા સંસાર દે મા,
હે શારદે મા !હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

 

 

 

 

 

 

 

નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા જૂન 9, 2008

Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
2 comments

સાંભળો..નારાયણ દિનદયાળ રે
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય

નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા,
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..(૨)

માયા મેં મન ક્યોં ભરમાયો,
સાથ ન તેરે કોઈ ન આવે..(૨)
ગાયે રાજા હાથ પસાર રે.. ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.

જીવન કા નહીં કોઈ ન ઠીકાના,
ચલે ના હાથસે કોઈ બહાના..(૨)
અબ તું મનવા સોચકર વિચાર રે.. ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.

અબ તું મનવા, કર લે સંગીન,
બન જાયેગી તેરી શુભ અવસર,
બેડા બનેગા તેરા પાર રે,ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..(૨)
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા,
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..
ભજમન રાધે – ગોવિંદા..(૨)

 

લાગી રામ ભજનની લગની ફેબ્રુવારી 23, 2007

Posted by Mehul Shah in ગીત, ભજન.
add a comment

ફિલ્મઃ બહુરૂપી (૧૯૬૯)
ગીતકારઃ વેણીભાઈ પુરોહિત
સંગીતકારઃ અજિત મર્ચંટ
સ્વરઃ જગજીત સિંઘ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન… ડિસેમ્બર 15, 2006

Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો.
Tags: ,
3 comments

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર