jump to navigation

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! એપ્રિલ 9, 2009

Posted by Mehul Shah in ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , ,
trackback

 

એકલો જાને રે …..

ગાયકઃ ભાઈલાલભાઈ શાહ

Finally I got from Nanaji’s old recordings (Spooler)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)
Listen this Song in other languages

Advertisements

ટિપ્પણીઓ»

1. pragnaju - એપ્રિલ 10, 2009

વૈદિક કાળની વિદૂષી સન્નારી ગાર્ગી અને મૈત્રેયીથી શરૃ થયેલ આ યાત્રામાં ઈન્દિરા ગાંધી, ગોલ્ડા મેર, સિરિમોવા ભંડારનાયકે, કિરણ બેદી, કલ્પના ચાવલા તથા સુનીતા વિલિયમ્સ જેવી અનેક નામી-અનામી સ્ત્રીઓએ આ વિકાસયાત્રામાં …
કોઈકને દોષિત ઠરાવીને કે તેના પર આધાર રાખીને બેસી રહેવા કરતાં
‘એકલો જાને રે…’ના મંત્ર સાથે સમયની રેત પર કેટલીયે સ્ત્રીઓએ
એકલા ચાલીને ઘણી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.

2. Pinki - એપ્રિલ 12, 2009

hiii
thanks mehul for this nice song
in bhailalbhai’s voice…….!!
just reminds me , in gandhitopi,koti,dhoti and zabba with specs….
sitting in our bigger music room in pre-primary school

3. Jayshree - જુલાઇ 4, 2009

Thank you so much Mehul… for this wonderful post. I have taken the words and music for tahuko from here. Hope thats OK with you 🙂

4. » એકલો જાને રે! - રવિન્દ્રનાથ ટાગોર (અનુ.-મહાદેવભાઇ દેસાઇ) ટહુકો.કોમ - જુલાઇ 4, 2009

[…] ગીતની પૂરેપૂરી Credit મેહુલ શાહને… પ્રાર્થનામંદિર – વિદ્યાવિહાર ગીતો પર એણે એના નાનાજી – ભાઇલાલભાઇ શાહનાં […]

5. Dinesh Pandya - જુલાઇ 5, 2009

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની માનવીને પ્રોત્સાહિત કરતી એક સુંદર રચનાનો એટલો જ સુંદર ભાવાનુવાદ!

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે !……..એકલા ચાલો રે…….

6. Devang Shah from Africa - ડિસેમ્બર 20, 2009

Excellent mehulbhai. I am also ex cnian from a’bad. Pl. this is the time to all develop countries to understand gandhiji’s vision of khadi , small industries etc.

7. rajvi - નવેમ્બર 27, 2010

Beautifully sung. Thanks a lot for making this available online.

8. Neha Talati - ડિસેમ્બર 29, 2010

Mehul.. My father-in-law wanted lyrics of this song and I was sure that I will find it here.. great song.. I think now we are not able to download it.. If you can make it, that would be great…

9. Ramesh Gadhvi - એપ્રિલ 3, 2012

તમે કહાની ફિલ્મમાં બચ્ચન સાહેબે હમણાં જ આ ગીત ગાયુ છે તે સાંભળ્યું……

મને સી.એન. યાદ આવી ગઈ…થેંક્યુ બચ્ચન…

10. Sharad Langhnoja - સપ્ટેમ્બર 23, 2012

It certainly recreates the picture of Bhailalbhai singing this song in Prarthana Mandir and I am sitting there in my class row. Other songs that popped up were Ek j de chingari mahanal and svadhin ajay chhe bhom amaari. Very nice. Thank you.

11. monali chokshi - ડિસેમ્બર 21, 2012

it is my most favourite prathana song i luv it……………………

12. બંદિશ એક, રૂપ અનેક.. (૫):"તોબે ઍકલા ચૉલો રે । એકલો જાને રે " - વેબગુર્જરી - જાન્યુઆરી 29, 2015

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: