jump to navigation

માંગી મેં પાંખડી ને આપ્યું તે ગુલાબ ફેબ્રુવારી 9, 2009

Posted by Mehul Shah in કમલેશ સોનાવાલા, ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાય, મિતાલી સિંહ, રૂપકુમાર રાઠોડ.
Tags: , , , , , , , , , , , , , , , , , , ,
trackback

holding_hands_and_rose

સાંભળો..

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ

 સ્વરઃ  મિતાલી સિંહ , રૂપકુમાર રાઠોડ
ગીતઃ કમલેશ સોનાવાલા
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

હો વખતના વ્હેણમાં અટકી ગઈ યાદી તણી ગઝલ
તમારા નયનમાં બાંધી છતાં છટકી ગઈ ગઝલ,

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
અણીયાળી આંખડી ને છલકે શરાબ,(૨)

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.
માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,(૨)

ટમટમતો તારલો જાણે, સાજનનો સાર(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ

માંગી મેં ચાંદની, તેં ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ(૨)

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ

માંગ્યું મેં મન, દીધું આખું ગગન,
હો..અંગડાતું જોબન જાણે સમીરી ચમન(૨)

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.

માંગ્યો મેં ટહુકો, દીધો અંતરના બોલ(૨)
હો..ફાગણી ગુલાલમા છે જીવતરના કોલ(૨)

માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
અણીયાળી આંખડી ને છલકે શરાબ,(૨)

Advertisements

ટિપ્પણીઓ»

No comments yet — be the first.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: