jump to navigation

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા ! સપ્ટેમ્બર 10, 2008

Posted by Mehul Shah in ગઝલ, ગીત.
Tags: , , , ,
trackback

ફોટોઃ એમના કાવ્યસંગ્રહ ‘વરસો ના વરસ લાગે’ ( ‘સમગ્ર કવિતા’) નું કવર પેજ
રસમ અહીંની જુદી

મારી ગમતી ગઝલ, અમર ભટ્ટ ના અવાજમાં, હું મારી જાતને રોકી ના શક્યો…
અદભુત..!

ગાયકઃ અમર ભટ્ટ
કવિઃ મનોજ ખંડેરિયા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

 

Advertisements

ટિપ્પણીઓ»

1. pragnaju - સપ્ટેમ્બર 11, 2008

અહીં અમારા ફોઈના બેઝમેંટમાં તેમના જ સ્વરમા આ ગીત માણ્યું હતું!
અમર હંમણા ક્યાં છે?
વકીલાતમાં બીઝી છે?
ફરી સાંભળી તેમની નોસ્ટેલજીક યાદ આવી

2. jayeshupadhyaya - સપ્ટેમ્બર 15, 2008

મનોજ ખંડેરીયાની બહુજ સરસ ગઝલ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: