jump to navigation

સદીઓથી એવું જ.. ડિસેમ્બર 5, 2006

Posted by Mehul Shah in ગઝલ.
trackback

મને બહુ જ ગમે છે.. સલામ લખનાર અને ગાનારને …. !

સદીઓથી એવું જ બનતું રહ્યું છે…(2)
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા..
સખી જેને જોવા તું ચાહી રહી છે..
જે સપનું રહે છે હંમેશા અધુરું..
પ્રિતમનો પરિચય તું માંગી રહી છે (2)

વિષય તારો સુંદર કૂતુહલ મધુરું
લે સાંભળ .. એ સામાન્ય એક આદમી છે..
હ્ર્દય એનું ભોળું ..જીવન એનું સાદું..
ન ચહેરો રુપાળો..ન વસ્ત્રોમાં ઠસ્સો …
ન આંખોમાં ઓજસ .. ન વાતોમાં જાદુ..

કવિતાના પણ એ નથી ખાસ  રસિયા
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને..
પસંદ એ નથી કરતાં કિસ્સા કહાણી ..
કલાથી યે ન કોઇ સમાગમ છે એને..

એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે..
છે ચૂપકિદી એની સદંતર નિખાલસ ..
નથી એની પાસે દલીલોની શક્તિ..
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ..

જુવે કોઇ એને તો હરગીસ ના માને (2)
કે આ માનવીમાં મોહબ્બત ભરી છે..
કોઇના બુરામાં ના નિંદા કોઇની…
નસેનસમાં એની શરાફત ભરી છે….

જગતની ધમાલોથી એ પર રહે છે..
છે પોતાને રસ્તે જ સૂરજની માફક..
સખી મારા પ્રિતમની છે એ જ ઓળખ…(2)
છે સૌ લોક માટે જીવન એનું લાયક…!

ગરીબોની પાસે કે રાજાની પડખે ..
જગા કોઇ પણ હો .. એ શોભી શકે છે (2)
પરંતુ સખી આવી દુનિયાની અંદર…(2)
ભલા એવા માણસને કોણ ઓળખે છે? (2)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: