jump to navigation

તારે મેહુલિયા કરવા તોફાન.. December 3, 2006

Posted by Mehul Shah in બાળ ગીતો, ભાઈલાલ શાહ, શિશુવિહાર ગીતો.
Tags: , , , , , ,
trackback

તારે મેહુલિયા કરવા તોફાન

તારે મેહુલિયા કરવાં તોફાન અમારા લોકોનો જાય છે જાન  (2)
મંડ્યો ને મંડ્યો તું મુશળધાર, કેવી રીતે મારે જાવું નિશાળ ?
ચંપલ મારી છ્પછ્પ થાય, ધોયેલી લેંઘી મારી બગડી જાય
અવળાને સવળા વાયરા વાય, ઓઢેલી છત્રીનો કાગડો થાય
દોડે મોટરની હારંમહાર , ખસવું પડે રે ભાઇ વારંવાર
કેળાનું છોતરું લપસી જાય,ત્યારે તો ભાઇ મને શું શું થાય !
હું’ય મેહુલિયા રમવા જાઉં, ભૂખ્યો થતો ને ઘેર આવી ખાવું,
ના જાઉં તો બા બોલાવી જાય , પકડાઉં ન’તો પૂંઠ્ળ થાય,
તારું મેહુલિયા કેવું છે કામ, તારા બાપુજીનું શું છે નામ?
ઘણાં દા’ડા થી આવ્યો છે આહીં, કેમ તારી બા તને લૈ જાય નહીં ?
કોઇ વાર તું બધું ડુબાડી જાય, કોઇવાર તું બધું બાળી જાય!
એવું ના હોય લ્યા અપને ગમે, સીધેસીધો લ્યા કેમ ના રમે?
તારે મેહુલિયા કરવાં તોફાન અમારા લોકોનો જાય છે જાન  (2)

Comments»

1. kaushal - December 4, 2006

bas aaradhan prathamik shala yaad avi gai


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: