jump to navigation

જુઓ, મુદભર વસંત આવે ! ઓક્ટોબર 31, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, સ્નેહરશ્મિ.
Tags: , , , , , , , , , , , , , , , , ,
2 comments

બાજે વન ઉપવનમાં

કવિઃ સ્નેહરશ્મિ
ગાયકઃ ભાઈલાલ શાહ

બાજે વન ઉપવનમાં જલથલમાં
વીણા કોની જગમાં?

દક્ષિણ દિશના આતુર ગાને
કહ્યું શું છાનું કોકિલ કાને ! – (૨)
મંજરીઓ મૃદુ આંખો ખોલી (૨)

જુએ કોની વાટ મગનમાં!
વીણા બાજે જગમાં !     -બાજે૦

કુંજ નિકુંજને કાને કોણે
મૂક્યાં માણેક મોતી કોડે? (૨)
અબીલ ગુલાલને હાસે કોણે (૨)

મલક્યાં મુખડાં કુસુમતણાં?
વીણા બાજે જગમાં !       – બાજે૦

રંગ રાગ પરાગની રમઝટ
જામી આજે જગને પનઘટ,
જુઓ મુદભર વસંત આવે – (૨)

સોહે ફાગ સુહાગ ગગનમાં !
વીણા બાજે જગમાં !         -બાજે૦

તમે અહીંયા રહો તો મને સારું રહે ડિસેમ્બર 25, 2008

Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , ,
add a comment

Tree

તમે અહીંયા રહો તો

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

– ભાગ્યેશ ઝા