jump to navigation

તુ મારે માથે… February 21, 2007

Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.
add a comment


ગીતકારઃ અમૃત’ઘાયલ’
સ્વરઃ મનહર ઉધાસ
          અનુરાધા પૌડવાલ

સાચું એ હોય છે February 21, 2007

Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.
add a comment

સાંભળો..સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં  

ગીતકારઃ હરિન્દ્ર દવે 
સ્વરઃ મનહર ઉધાસ
         અનુરાધા પૌડવાલ

સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં ?’
તારા જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં.

મારા પ્રણયમાં ક્યાંય કશી યે કમી નથી,
તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં.

તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં,
ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં.

શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું,
ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં.

લાગે છે મુજ વિશાળતા વિસ્તાર પામશે,
આવે છે એક વિરાન ધરા રોજ ખ્વાબમાં.

મારી નજરનું નૂર જગતને નિહાળતું,
બીજો કોઈ પ્રકાશ નથી આફતાબમાં.

હમારી વ્યથાની આવી કહાની ન હોય કૈં,
મૂક્યું છે મારું નામ આ કોની કિતાબમાં ?

 

રાત જાય છે.. February 21, 2007

Posted by Mehul Shah in 'અમર'પાલનપુરી, અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ.
add a comment


સાંભળો..રાત જાય છે

ગીતકારઃ ‘અમર’પાલનપુરી
સ્વરઃ મનહર ઉધાસ
         અનુરાધા પૌડવાલ

જુવો શી કલાથી.. February 21, 2007

Posted by Mehul Shah in અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ, મરીઝ.
add a comment


સાંભળો..જુવો શી કલાથી

ગીતકારઃ મરીઝ      
સ્વરઃ મનહર ઉધાસ
         અનુરાધા પૌડવાલ

એવો કોઇ દિલદાર February 21, 2007

Posted by Mehul Shah in અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ, મરીઝ.
add a comment


સાંભળો..એવો કોઇ દિલદાર
ગીતકારઃ મરીઝ
સ્વરઃ મનહર ઉધાસ
      અનુરાધા પૌડવાલ

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

એ નહીં આવે કદી.. February 21, 2007

Posted by Mehul Shah in અદી મિરઝા, અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ.
add a comment


સાંભળો..એ નહીં આવે કદી

ગીતકારઃ અદી મિરઝા 
સ્વરઃ મનહર ઉધાસ
          અનુરાધા પૌડવાલ

છે ઘણા એવા.. February 21, 2007

Posted by Mehul Shah in અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી.
Tags:
add a comment


સાંભળો..છે ઘણા એવા
ગીતકારઃ સૈફ પાલનપુરી
સ્વરઃ મનહર ઉધાસ
         અનુરાધા પૌડવાલ
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?
         

ભુલી જવાનો હું જ.. February 21, 2007

Posted by Mehul Shah in અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ.
Tags:
add a comment

સાંભળો..ભુલી જવાનો હુંજ
ગીતકારઃ કૈલાસ પંડિત
સ્વરઃ અનુરાધા પૌડવાલ
      મનહર ઉધાસ

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

આપ અથવા આપની.. February 6, 2007

Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.
Tags:
add a comment


સાંભળો..આપ અથવા આપની

ગીતકાર: સયદા
સ્વર: મનહર ઉધાસ

આપ અથવા આપની જો યાદ તડપાવે નહીં,
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈપણ ભાવે નહીં.
કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય, દેખાવે નહીં.
આંખનાં એકજ ઇશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો’છો કે હૈયું હાથમાં આવે નહીં.
પ્રેમભીની આંખડી પથરાઈ …

મનમાં જાગેલી… February 6, 2007

Posted by Mehul Shah in અનુરાધા પૌડવાલ, ગઝલ, ગીત, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી.
add a comment

સાંભળો..મનમાં જાગેલી

ગીતકારઃ સૈફ પાલનપુરી
સ્વરઃ મનહર ઉધાસ
          અનુરાધા પૌડવાલ