jump to navigation

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના July 3, 2008

Posted by Mehul Shah in ગરબા, ગીત.
2 comments

 સાંભળો..ઉંબરે ઊભી સાંભળું રે

કવિ શ્રી મણિલાલ દેસાઇ
સ્વર: ફાલ્ગુની પાઠક
મને આ ગીતમાં વાગતા ઢોલનો તાલ બહું જ ગમ્યો,
ગરબાનાં સ્ટેપ્સ સારા લઈ શકાય..!
હું જાણું છું કે ગીત ના શબ્દો અને મૂળ રાગ નથી સચવાયો,
પણ સાંભળવું ગમે છે.. કદાચ તમને પણ..?
 

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

મૂળ રાગમાં…

સૂના સરવરિયા ને કાંઠડે March 20, 2007

Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગરબા, ગીત, વિદ્યાવિહાર ગીતો.
1 comment so far

સાંભળો..
સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!

કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..

સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
-અવિનાશ વ્યાસ
bedalu.jpg

મહેંદી તે વાવી માળવે.. February 23, 2007

Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગરબા, ગીત.
1 comment so far

ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
લોકગીત
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર , પિનાકીન શાહ અને કોરસ

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમનાં.. December 1, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત.
add a comment

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું.. November 28, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
add a comment

આ ગરબાનું અમારા કુટુંબમાં આગવું સ્થાન છે … મારા નાનાજીનું સંગીત અને એમના જ  તબલાની થપાટ ઉપર એમની છોકરી ( મારી મમ્મી) અને સાથી મિત્રોએ (ધોરણ 9 ) રાષ્ટ્રીય કક્ષાની  નૃત્ય  સ્પર્ધામાં બીજા નંબરે આવીને શેઠ સી.એન.વિધ્યાવિહાર અને ગુજરાતનું નામ રોશન કરેલું..

આ ગરબો ઓરીજિનલ ગરબાથી અહીં તેના ધીમા ઢાળમાં ગવાયો છે એવું મારી મમ્મીએ કહેલું…

સૈંયર વનરા તે વનમાં વેણુ વાગી.. November 28, 2006

Posted by Mehul Shah in ગરબા, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
add a comment