વૈષ્ણવ જન તો તેને રે કહીયે August 2, 2008
Posted by Mehul Shah in આશીત દેસાઈ, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.1 comment so far
વૈશ્વિક સંદેશો, વિશ્વ માનવનો..
અલગ અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં….

વિદ્યાવિહાર સ્વરાંકન
રાગઃ ખમાજ
૧. આપણા આશિતભાઈ દેસાઈના સ્વરમાં 
(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)
૨. લતા મંગેશકરનાં સ્વરમાં..
૩. સોનુ નિગમનાં સ્વરમાં..
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી - અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)
૪. પંડિત જસરાજ અને શંકર મહાદેવનનાં સ્વરમાં..
૫.ગાંધીજીનાં દેહાંત સમયે કરુણ રસમાં…
૬. વાંસળી અને તબલા, ફક્ત વાદ્યસૂરમાં .. 
૭. ફિલ્મઃ “વૉટર”માં સમૂહમાં ગવાયેલું…
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે‘ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી - અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે‘ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન
જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે March 23, 2007
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ.3 comments
સાંભળો …
જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.
નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !
સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.
બાલુની વિધ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે!
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.
રચનાઃ બાલુ પટેલ
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય March 18, 2007
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, ગીત.Tags: સંદીપ ભાટિયા
1 comment so far
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
રચનાઃ સંદીપ ભાટિયા
સ્વરઃ આશીત દેસાઈ
સાંભળો..માણસ જેવો માણસ![]()
ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ March 17, 2007
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ.add a comment
ફરી ના છુટવાનું બળ જમા કરે કોઈ
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ…
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ..!
રચનાઃ જવાહર બક્ષી
સ્વરઃ આશીત દેસાઈ
સંગીતઃ તલત અઝીઝ
દુનિયાથી બગાવત કરવી છે March 9, 2007
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ.add a comment
દુનિયાથી બગાવત કરવી છે, સહુ લોકથી ઝઘડા લેવા છે,
એક જામની ઈજ્જત સાચવવા, કંઈ જામને પોઢી દેવા છે !
રચનાઃ કૈલાસ પંડિત
સ્વરઃ આશીત દેસાઈ
સંગીતઃ તલત અઝીઝ
હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં February 27, 2007
Posted by Mehul Shah in આશીત દેસાઈ, દુહા.add a comment
સ્વરઃ આશીત દેસાઈ
હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!
એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો’ય ક્યાંય ના મેળ મળે લગાર..!
હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!




