ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું March 24, 2007
Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગીત.3 comments

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું..
હે..હું તો નીસરી ભર બજાર જી..
લાજી રે મરું ..મારો સાયબો ખોવાયો..
કોને કહું આવી વાત જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું
ટોડલે ટોડલે મેં તો તોરણો બાંધ્યા..
મારે મેઢિયું ઝાક ઝમાળજી રે…
હે..જોબન ઝરુખે રુડી ઝાલરૂં વાગે
ઝાંઝર, ઘૂંઘર, માળ જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …
રાત ઢળીને ઘેરા ઘડીયાળા વાગ્યા
અને પ્રાંગણનાં ફૂટયાં ફૂટ્યા દોરાજી રે..
હે…તો’ય ના આવ્યો, મારો સાયબો સલૂણો
જાગી આઠે પહોરજી…
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …!
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
ગીતકારઃ ચતુર્ભુજ દોશી
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર
સૂના સરવરિયા ને કાંઠડે March 20, 2007
Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગરબા, ગીત, વિદ્યાવિહાર ગીતો.1 comment so far
સાંભળો..
સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
કેટલું રે કહ્યું પણ કાળજું ન કોર્યું ,
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી મળે ના કાંઈ
પાછી વળી ત્યારે બેડલું નહીં..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈને મારું બેડલું મારા દલડાં ને દઈ,
પાછી વળી ત્યારે બેડલું નહીં..
સૂના સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને ન્હાવા ગઈ,
હું તો મનમાં ને મનમં મૂંઝાઈ મારી બ’ઈ
શું રે કહેવું મારે માવડીને જઈ..
પાછી વળી ત્યારે બેડલું નહીં..!
-અવિનાશ વ્યાસ

પુનમ તારા અજવાળા ઓછા રે પડ્યા.. March 19, 2007
Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગીત, વિદ્યાવિહાર ગીતો.1 comment so far
સાંભળો..ખુબ જ સુંદર ગાયેલું..
ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા
મહેંદી તે વાવી માળવે.. February 23, 2007
Posted by Mehul Shah in અવિનાશ વ્યાસ, ગરબા, ગીત.1 comment so far
