માનવીનાં હૈયાને નંદવામાં વાર શી? October 25, 2009
Posted by Mehul Shah in ઉમાશંકર જોશી, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: ઉમાશંકર જોશી, બોલડે, ભાઈલાલ શાહ, માનવી, સ્મિત, હૈયાને
trackback
કવિઃ ઉમાશંકર જોશી
ગાયકઃ ભાઈલાલ શાહ
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી ? (૨)
માનવીના હૈયાને…
અધ બોલ્યા બોલડે,
થોડે અબોલડે, (૨)
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી? (૨) – માનવી૦
માનવીના હૈયાને….
સ્મિતની જ્યાં વીજળી,
જરી શી ફરી વળી, (૨)
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?- માનવી૦
માનવીના હૈયાને …

Raag Bageshree maa karelu adbhut composition.Aa geet paheli vaar j sambhlyu. Thanks!