કોણ આજે રહે બંધ બારણે? July 18, 2009
Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, બાળ ગીતો, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: ઉત્સવ, ખુશી, ગુજરાત, ગુજરાતી, જગત, ધરતી, ધરા, નભ, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વર્ષા ગીત, વાદળ, સરિતા, સાગર, સૂર
trackback
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ
વર્ષા ગીત
કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ (૨)
સાગર હિલ્લોલે વનવન ડોલે,(૨)
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે(૨)
ધરતીનું દિલ ખોલે. -કોણ.
વાદળ-નાદે ઝરણાં જાગે, (૨)
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે (૨)
સંજીવન-સૂર વાગે. – કોણ.
આભ ખુશી જો વિધ વિધ રંગે, (૨)
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં (૨)
આવ, આવ, સહુ સંગે. – કોણ.

અદ્ભૂત ક્મ્પોઝ કર્યું છે. ઓછામાં ઓછા સાજ સાથે કેટલું ભાવવાહી અને કેટલું મીઠું સ્વરંકન અને ગાયન! કવિતાના શબ્દ અને સંગીત બન્નેની ઊંડી સમજ હોય તો જ આવું શક્ય બને. હું તો ભાઈલાલ દાદાના સ્વરાંકનોનો ફેન થઈ ગયો છું.
આની સામે અત્યારનું (અમુક અપવાદો સિવાય) ગુજરાતી કાવ્ય-સંગીત ચોક્ક્સ નાટ્યાત્મક અને ઉછાંછળુ લાગે.
પંચમની વાત સાચી છે…
જેવું સુંદર ગીત એવું જ મજાનું સ્વરાંકન…
સાચી વાત… સુંદર શબ્દો અને એથીય વધુ સુંદર સ્વરાંકન…!
સાચ્ચે જ મજા આવી ગઈ…
Mehul
Thanks for another great Vidyavihar song –
Kaumudi
Kudrat nu sundar varnan + Bhasha ni Samrudhdhi