દીધી તેં આ જગાડી તૃષા April 22, 2009
Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: ગગન, તૃષા, ધરા, પિપાસા, પ્રચંડ, પ્રિય, ફૂલ, વૈશાખી, શિખર, શુષ્ક
trackback
ગાયકઃ ભાઈલાલ શાહ
કવિઃ પ્રહલાદ પારેખ
દીધી તેં આ જગાડી તૃષા,
તવ પ્રચંડ દહને (૨)
ગગન હે! વૈશાખી તવ અગને..
લાગે છે આજે ઘોર પિપાસા ભુવનને ગહને…દીધી(૨)
જાગે છે આજ એ શુષ્ક કાનને, તપ્ત આ ફૂલ પવને,
શિખરે શિખરે જાગતી એ તો ધૂળ કણે કણે
આજ ધરાની ભીતર જાગે (૨)
બીજ તણા મને… દીધી(૨)
શોષ પડ્યો એ દીનને કંઠે(૨)
રાત તૃષાતુર નહીં એ જંપે,
માનવનું મન આજ ભરાયું, પ્યાર તણા અજંપે,
આજ ચરાચર થાય છે આતુર,
માંગે છે એ મેઘને, દીધી તેં આગ..(૨)
corrected version
દીધી તેં આ જગાડી ત્રુશા
તવ પ્રચંન્ડ દહને
ગગન હે !
વૈશાખી તવ અગને,
લાગે છે આજે ઘોર પિપાસા
ભુવનને ગહને ——–દીધી
જાગે છે આજ ઍ શુશ્ક કાનને ,
તપ્ત આકુલ પવને
શિખરે શિખરે જાગતી એ તો
ધૂળ કણે કણે,
આજ ધરાની ભીતર જાગે
બીજ તણા મને,—–દી ધી
શોશ પડ્યો એ દિનને કઠે,
રાત ત્રુશાતુર નહિ એ જંપે,
મનવનું મન આજ ભરાયું,
પ્યાર તણા અજંપે,
આજ ચરાચ્રર થાય છે આતુર્
માગે છે એ મેધને ——દી ધી
પ્રહલાદ પારેખ્.
Thanks Bharatbhai, updated the post.