આવે છે હવા,મુક્ત હવા, મસ્ત હવા.. April 22, 2009
Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: આભ, ગીત, ગુજરાત, ગુજરાતી, જાળ, ધણ, નીર, પ્રહલાદ, પ્રહલાદ પારેખ, ફાળ, બંધ, મનવા, મસ્ત, મુક્ત, વાદળ, સૂર, હવા, prahlad parekh
trackback
કવિઃ પ્રહલાદ પારેખ
ગાયકઃ ભાઈલાલ શાહ
આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા? - આવે છે.
વાદળ કેરું ધણ હલાવી,
હેલે સાયર નીર ચડાવી,
વાંસવને કૈં સૂર બજાવી,
ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે.
ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
એક તારેથી તારલે બીજે
આભમાં દેવા ફાળ !
શિખરે શિખરે સાગરની રે આ ને ઘૂમવા ! – આવે છે.
Mehul
aa geet sambhaleene heiyyu pulkit thai gayu..
Aa geet ame school maa nahota shikhya – kadaach maari batch pahelaa nu aa geet hashe?