jump to navigation

પેલો જાય મેહુલો April 22, 2009

Posted by Mehul Shah in ગીત, પ્રહલાદ પારેખ, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , , , , ,
trackback

rain

પેલો જાય મેહુલો

ગાયકઃ ભાઈલાલ શાહ

કવિઃ પ્રહલાદ પારેખ

પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો(૨)
એની વીજનટીએ કામણ કીધું

ઠમકો એવો એક દીધેલો.પેલો..(૨)
એના નીરની ધારા, સુણાવે ગીત એ પ્યારા(૨)

એના મેઘમૃદંગના તાલમાં વાયુ,
દોડતો જાણ ભાનભૂલેલો..પેલો..(૨)

એના શ્યામલ રૂપે, ભર્યું છે શુંય જાદુ તે, 
નહીં મન ક્યાંય રોકાયે, દોડતું જાયે..
મોહિત તેણ આજ કરેલો ….પેલો..(૨)

(સરવાણિ કાવ્ય સંગ્રહ માથી)

Comments»

1. Kumi Pandya - May 4, 2009

Ghanu sundar geet.
Aa geet ane Khushkhushalimaa ghani j saamyataa laage chhe…

2. Bharat Pandya - July 9, 2009

એની વીજનખીએ કામણ કીધું
a correction
Eni Vinati e kamaN kidhu.N
not (vijnakhi)

3. bharat Panndya - July 9, 2009

corrected version
જાય મેહુલો

પેલો જાય મેહુલો

મનને મારા લઈ ગયેલો !

એની વીજનટીએ કામણ કિધું,

ઠમકો એવો એક દીધેલો ——પેલો.

એના નીરની ધારા,

સુણાવે ગીત એ પ્યારા,

એના મેઘમ્રુદંગના તાલમા વાયુ

દોડતો જાણે ભાન ભુલેલો ! —-પેલો

એના શ્યામલ રુપે

ભર્યું છે શું ય જાદુ તે

નહી મન ક્યાંય રોકાયે, દોડતું જાયે

મોહિત તેણે આજ કરેલો ! ——-પેલો

પ્રહલાદ પારેખ =સરવાણિ કાવ્ય સંગ્રહ માથી

4. Mehul Shah - July 18, 2009

Thanks Bharatbhai, updated the post.