વાગી વસંતની સિતારી April 10, 2009
Posted by Mehul Shah in ઉમાશંકર જોશી, ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: ઉમાશંકર જોશી, sitari, umashankar joshi, vasant
trackback

કવિઃ ઉમાશંકર જોશી
ગાયકઃ ભાઈલાલ શાહ
વાગી વસંતની સિતારી
વાગી વાગી વસંતની સિતારી
વને વન વાગી વનેવન વાગી – વાગી..
કુંજે કુંજે નવ પલ્લવના પૂંજે જાગી રોમાંચની ધ્રુજારી;(૨)
પાંદડે પાંદડે ગુપ્ત’કો ગોઠડી(૨) ગાજી ઉઠી અણધારી. – વાગી..
પુષ્પે પુષ્પે મધુપ મલપંતો ગુંજે, મંજરી ઝરે મરમાલી;(૨)
કુહૂ કુહૂ રવે કોકિલા મચી એના(૨) ટહુકે લચે ડાળી ડાળી.
વાગી વસંતની સિતારી
વાગી વાગી વસંતની સિતારી
પુષ્પે પુષ્પે મધુપ મલપંતો ગુંજે, મંજરી ઝરે મરમાલી;(૨)
કુહૂ કુહૂ રવે કોકિલા મચી એના(૨) ટહુકે લચે ડાળી ડાળી.
વાગી વસંતની સિતારી
વાગી વાગી વસંતની સિતારી
મધુરા શબ્દોની મધુર ગાયકી
નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !