મારા તો માનવીના ગીત April 10, 2009
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: ગીત, માનવી, માનવીના ગીત, bhailal shah, geet, gujarati git, gujarati movie git, manvi na git
trackback

ગાયકઃ ભાઈલાલભાઈ શાહ
મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે..
માળા બાંધીને એ તો બેસે જઈ ઝૂલવારે..(૨)
હૈયાના હેતમાં દુનિયાને ભૂલવાને,
ભવભવના વેરી સંગે મનડું માંડે છે મોંઘી પ્રીત રે..
મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે..
મનખાની માયા મારી કેમેયના છૂટશે રે..(૨)
દોરી આ આયખાની ક્યારેયના તૂટશે રે..(૨)
ઘડીપલના ઘટમાં એ તો જુગ જુગ માણ્યાની એની જીત રે..
મારા તો માનવીના ગીત રે..(૨)
કાચી તે કાયા કેરી મમતા બાંધ્યાની એની રીત રે..
મારા તો માનવીના ગીત રે..(૨)
Comments»
No comments yet — be the first.