ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉં February 27, 2009
Posted by Mehul Shah in કમલેશ સોનાવાલા.Tags: ગઝલ, ચહેરા, ચાંદ, તસવીર, પ્રેમ, મંદિર, મહોબ્બત, રાસ, લહેર, શાયરી, શ્વાસ, હથેળી
1 comment so far

ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉં![]()
ચાંદ સમા ચહેરા સમી તસવીર બનાવી દઉં
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં,(૨)
શબ્દો તણા પુષ્પો ગૂંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના રાસ બનાવી દઉં..(૨)
સાકી, સૂરા ને શાયરી મહોબ્બત બનાવી દઉં,
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં(૨)
હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,
એ રીતે જીવવા તણું બહાનું બનાવી દઉં(૨)
અટકી ગઈ જ્યાં જિંદગી, મંજીલ બનાવી દઉં,
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં,
કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં,
એ રીતે પથ્થર તને ઈશ્વર બનાવી દઉં,
ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં(૨)
હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા February 23, 2009
Posted by Mehul Shah in કમલેશ સોનાવાલા.Tags: આશિક, આહ, ઈતિહાસ, ઘનશ્યામ, પૂરાવા, મહોબ્બત, મિનારા
add a comment
હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા![]()
હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા,
હર મહોબ્બત..
હર આહ ભરનારા પૂરા આશિક નથી હોતા,
હર આગિયાની રુહમાં સિતારા નથી હોતા,
હર મહોબ્બત..
હર હોઠની મુશકાનમાં મતરા નથી હોતા,
હર વારતાના અંત સરખા નથી હોતા,
હર મહોબ્બત..
હર આસ્થા, શ્રધ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીના નાદમાં ઘનશ્યામ નથી હોતા,
હર મહોબ્બત..
હર વમળનાં વર્તુળમાં કંકળ નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા,
હર મહોબ્બત..
હર ચમનમાં ઉડતાં બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા,
હર મહોબ્બતના ઈતિહાસના પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા(૨)
માંગી મેં પાંખડી ને આપ્યું તે ગુલાબ February 9, 2009
Posted by Mehul Shah in કમલેશ સોનાવાલા, ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાય, મિતાલી સિંહ, રૂપકુમાર રાઠોડ.Tags: અંતર, આંખડી, ગગન, ગઝલ, ગુલાબ, ચમન, ચહેરો, ચાંદની, જીવતર, ઝરમર, તારલો, નકાબ, નયન, પાંખડી, મોરલો, યાદી, વરસાદ, વ્હેણ, શરાબ, સાજન
add a comment

સાંભળો..
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ
![]()
સ્વરઃ મિતાલી સિંહ , રૂપકુમાર રાઠોડ
ગીતઃ કમલેશ સોનાવાલા
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
હો વખતના વ્હેણમાં અટકી ગઈ યાદી તણી ગઝલ
તમારા નયનમાં બાંધી છતાં છટકી ગઈ ગઝલ,
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
અણીયાળી આંખડી ને છલકે શરાબ,(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.
માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,(૨)
ટમટમતો તારલો જાણે, સાજનનો સાર(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ
માંગી મેં ચાંદની, તેં ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ
માંગ્યું મેં મન, દીધું આખું ગગન,
હો..અંગડાતું જોબન જાણે સમીરી ચમન(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.
માંગ્યો મેં ટહુકો, દીધો અંતરના બોલ(૨)
હો..ફાગણી ગુલાલમા છે જીવતરના કોલ(૨)
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
અણીયાળી આંખડી ને છલકે શરાબ,(૨)
હું તો કાગળીયા લખી લખી થાકી-OriginalSong February 7, 2009
Posted by Mehul Shah in કૃષ્ણગીત, ગીત, દિવાળીબેન ભીલ.Tags: કાગળીયા, કાનૂડા, કાળજડા, પાતળિયા
1 comment so far

સ્વરઃ દિવાળીબેન ભીલ
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા શિયાળાના ચાર ચાર મહિના આઇવા,
મારા કાળજડા ઠરી ઠરી જાય રે, પાતળિયા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા ઊનાળાના ચાર ચાર મહિના આઈવા,(૨)
મારા પાવનિયા બળી બળી જાય રે, છોગાળા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો-OriginalSong February 7, 2009
Posted by Mehul Shah in ગીત.Tags: ઝેર, તપ, દલડા, પાઘડી, રંગ, સાહ્યબા
add a comment
ફિલ્મઃ લંકાની લાડી
સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….
રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….
રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
