સુણી મેં ફરી..તેજ કથા.. દિવ્ય કથા.. September 19, 2008
Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: કથા, દિવ્ય, સ્નેહરશ્મિ, હરિ
trackback
ગાયકઃ નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)
મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)
અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,
પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

અજાણી લાગતી રચના
મધુરી ગાયકીમાં ગમી
સારી છે.
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ
સરસ આ પંક્તિ બહુજ નીજી લાગી
[...] (આભારઃ શેઠ સી.એન. વિદ્યા વિહાર – પ્રાર્થ… addthis_pub = 'shree49'; addthis_logo = 'http://www.addthis.com/images/yourlogo.png'; addthis_logo_background = 'EFEFFF'; addthis_logo_color = '666699'; addthis_brand = 'tahuko'; addthis_options = 'favorites, email, digg, delicious, myspace, facebook, google, live, orkut, more'; [...]