સુણી મેં ફરી..તેજ કથા.. દિવ્ય કથા.. September 19, 2008
Posted by Mehul Shah in ભજન, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: કથા, દિવ્ય, સ્નેહરશ્મિ, હરિ
3 comments
ગાયકઃ નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)
મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)
અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,
પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)
વણઝારા હે વણઝારા, આપણે મલક તું ચાલ રે September 18, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: દેશ, મલક, વણઝારા, banjara, malak, vanzara
1 comment so far

ગાયકઃ ગાયત્રી રાવલ
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
વણઝારા…હે..વણઝારા,
આપણે મલક તું ચાલ રે,
આવે તે દેશ મારે રહેવું નથી, આપણે મલક તું ચાલ રે..
મિત્રો, શબ્દો સમજાતા નથી તો માર્ગદર્શન આપવા વિનંતી !
રુએ મારી રાત આ વાલમ September 17, 2008
Posted by Mehul Shah in ગીત, સ્નેહરશ્મિ.Tags: ચાંદો, ધુમ્મસ, રાત, વાલમ, night, rat, valam
1 comment so far

ગાયકઃ દિવ્યાંગ અંજારિયા
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)
સાંભળી વાત રે વાલમ, સાંભળી છાની રાત..
એનો ચાંદો એના તારા, પૂછે એકબીજાને,
દિશા શાથી ભૂંસાઈ સઘળી, ધુમ્મસ ચોગમ શાને?
નો’ય ધુમ્મસ સજની મારી, નો’ય એ ઘેરા વાદળ,
નેણેના નિશ-દી, (?) એ તો ઝાકમળ
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)
લાગે ભાળ તો દેજે તેને સંદેશો જઈ મારો(૨)
વેળા આવી તે જડશે નહીં રે, ઓરો કે ઓવારો,
પડશે નજરે ત્યાં નહીં કોઇ, સાથ ઘેરુ કે સથવારે,
રહેશે સાથ રે આંસુ જડનો વાલમ મારા ઘોર ઘૂઘવત ખારો
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત..(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી September 16, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: chundadi, joban, van, vat
1 comment so far
ગાયકઃ પરાગી પરમાર
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…
વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો September 13, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: ચાંદા, ટહુકો, sanj, tahuko
2 comments

સમી સાંજનો ટહુકો ![]()
ગાયકઃ ગાયત્રી રાવળ
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો,
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો,
સમી સાંજનો …
સમી સાંજનો ટહુકો, હો જી ચાંદાની આંખડીએ,
નીકળૂં હૂં તો ફરવા ચઢીને, સૂરજની ચાખડીએ,
દૂર દૂર તે નજરે આવી, નાજુક નમણી ચારુ,
ચહું પૂછવા તેને હું તો કોની તું વહુવારું…
સમી સાંજનો ટહુકો…
સ્મિતે એના રહ્યું વેરાઈ, દિશ દિશમાં અજવાળું,
ત્યાં તો મારી દ્રષ્ટિ પર એ, ધીડી ગયું કો’તાળું,
ચિતરાની હું ચીઠ્ઠી- ટહુકો, તાળૂં એ ખખડાવે,
અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે,
સમી સાંજનો ટહુકો…
ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો,
અમાસ મારી ગયો ઊજાળી, એ તો અમથો અમથો,
લીલા વનમાં રમે ચૂંદડી, ચાંદો રમવા આવ્યો
ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો..
સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો (૨)
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો.
ઓઢણી લહેરલ લહેરલ જાય September 12, 2008
Posted by Mehul Shah in ગરબા, ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: garbo, odhani
1 comment so far

ઓઢણી લહેરલ લહેરલ જાય![]()
ગાયકઃ આરતી મુનશી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)
વિદ્યાવિહારને.. September 12, 2008
Posted by Mehul Shah in સી.એન.સમાચાર.Tags: ambavadi, bhailal shah, C N vidhyalaya, c.n. vidyalaya, cn prarthnamandir, sheth cn vidhyalaya, sheth cn vidyalay, snehrashmi, vidhyavihar, vidyalay, vidyavihar
5 comments
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા ! September 10, 2008
Posted by Mehul Shah in ગઝલ, ગીત.Tags: gazal, geet, gujarati, kavi, manoj khanderia
2 comments
ફોટોઃ એમના કાવ્યસંગ્રહ ‘વરસો ના વરસ લાગે’ ( ‘સમગ્ર કવિતા’) નું કવર પેજ
રસમ અહીંની જુદી![]()
મારી ગમતી ગઝલ, અમર ભટ્ટ ના અવાજમાં, હું મારી જાતને રોકી ના શક્યો…
અદભુત..!
ગાયકઃ અમર ભટ્ટ
કવિઃ મનોજ ખંડેરિયા
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં
લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી September 10, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સ્નેહરશ્મિ.Tags: krishna, prarthnamandir, radha, snehrashmi
add a comment
ગાયકઃ પરાગી પરમાર
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)
ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
आओ बच्चो तुम्हे दिखाये झाकी हिन्दुस्थान की September 10, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો.Tags: geet, hindustan, India, prarthnamandir, rashtrya, vidhyavihar
1 comment so far

ફોટોઃ આભારઃ પૂર્વી પટેલ ( બેચઃ ૧૯૯૯ )
દૈનિક વર્ગ કાર્યક્રમમાં, આ ગીત ઉપર અમારા વર્ગ શિક્ષક મૃદુલાબેને અમને માર્ગદર્શન આપેલું !
आओ बच्चो तुम्हे दिखाये ![]()
आओ बच्चो तुम्हे दिखाये झाकी हिन्दुस्थान की
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
ये हे मुल्क मराथाओं का यहां शिवाजी डॉला था,
मुघलों की ताकत को इसने तल्वारों पे तोला था,
हर परबत पर आग लगी थी, हर पत्थर एक सोला था,
बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था,
शेर शिवाजी ने राखी थी लाज हमारी जान की,
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्
जलियावालां बाग को देखो, यहां चली थी गोलियां,
य मत पूछो किसने खेली यहां खून की होलियां
एक तरफ बंदूक की धन्-धन एक तरफ थी गोलियां
मरनेवाले बोल रहे थे ईंकलाब की बोलियां,
यहां लगा दी बहेनोंने॓ भी बाजी अपनी जान की,
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥

વનની તે વાટમાં 


રુમઝુમ પગલે ચાલી