jump to navigation

વૈષ્ણવ જન તો તેને રે કહીયે August 2, 2008

Posted by Mehul Shah in આશીત દેસાઈ, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, શિશુવિહાર ગીતો.
trackback

વૈશ્વિક સંદેશો, વિશ્વ માનવનો..

    અલગ અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં…. 


વિદ્યાવિહાર સ્વરાંકન રાગઃ ખમાજ

૧. આપણા આશિતભાઈ દેસાઈના સ્વરમાં
(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)

૨. લતા મંગેશકરનાં સ્વરમાં..

૩. સોનુ નિગમનાં સ્વરમાં..
(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ યુનિવર્સિટીમાં ,
ગુજરાતી – અંગ્રેજીમાં એકસાથે ગાયેલું..!)

૪. પંડિત જસરાજ અને શંકર મહાદેવનનાં સ્વરમાં..

૫.ગાંધીજીનાં દેહાંત સમયે કરુણ રસમાં…

૬. વાંસળી અને તબલા, ફક્ત વાદ્યસૂરમાં .. 

૭. ફિલ્મઃ “વૉટર”માં સમૂહમાં ગવાયેલું…

 

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે
ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન
 

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન

 

Comments»

1. Suthar Nirav Kanubhai - August 3, 2008

maree ek savaar aevee jaatee nathee ke je divase aa bhajan me maraa Haarmoneeum par na vagaadyu hoy…
aa bhajan ne amaara gujarati department {m.s.u.} ma savare prarthana tarike rakhyu che je badal hu amaaraa Neetaben Bhagat mam no khoob aabhaari chu…

2. ત્રીજુ નોરતું…વૈષ્ણવ જન તો તેને રે કહીયે…..નરસિંહ મહેતા | સુલભ ગુર્જરી - October 1, 2008

[...] સ્વરમાં અને રાગમાં માણવા માટે પ્રાર્થનામંદિરની મુલાકાત જરુરથી [...]

3. ત્રીજુ નોરતું…વૈષ્ણવ જન તો તેને રે કહીયે……નરસિંહ મહેતા « મન નો વિશ્વાસ - October 2, 2008

[...] સ્વરમાં અને રાગમાં માણવા માટે પ્રાર્થનામંદિરની મુલાકાત જરુરથી [...]