jump to navigation

અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય June 9, 2008

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
trackback

સાંભળો..અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય

અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
પ્રાચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)
અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,

નિશા ની સીમાઓ ભીષણ તૂટે, કિરણોની ધારાઓ કોટિક ફૂટે,
ઊંચા આ નભનાં મિનારે, રાગોની રેલી રેલાય..(૨)

ફૂલે ફૂલે નાચે, વીણા આતુર સુરભિની બાજે,
દિશ દિશનાં બીડેલા કોણે આ દ્વારો,

આવી ઊઘાડ્યા સૌ જાગી નિહાળો,(૨)
જાગો રે ભૈરવ રાગે, (૨)  મુક્તિનું વ્હાણું આ વાય..(૨)
રંગ છોળે શ્રી જગની ભીંજાય..

અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
પ્રાંચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)

Comments»

1. pragnaju - June 9, 2008

અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
પ્રાંચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય,
આવા સરસ શબ્દો કોના છે?
મધુર મધુર

2. Kumi - June 30, 2008

I think the poet is Sneharashmi (Jhinabhai Desai) and music composition is by Bhailalbhai Shah
Kumi