jump to navigation

અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર! June 9, 2008

Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.
trackback

સાંભળો..અમે નમીએ તને ચિરસાથી
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
  

અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સાથી ચિરંતન તુજ સનાતન દિપક તુજ સુકાની,

બીજકળાશી શારદ રેખા, દે અમ પ્રાણ ખિલાવી,
તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
કમલ સુકોમલ ઊર્મિ નિર્મળ, પ્રભાસુર્ય સમભારી,
સ્ફૂરી રહી અમ અંતર આજે વાણી સાત્વિક તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સુખે દુઃખે કે જીવન મરણે એક જ ઊર્મિ અમારી,
અમ પર તારી સદાય હોજો છાયા મંગળકારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
     

Comments»

1. pragnaju - June 9, 2008

અમે સી.એનમાં ભણ્યાં નથી
છતાં
તે અમારું જ ‘Alma mater’ લાગે છે.
સુંદર રચના-
મધુર ગાયકી
… આશ્રમ રોડ,વી.એસ હોસ્પી.સી.એન,પ્રીતમનગરનો અખાડો,કનુ દેસાઈના પેઈન્ટીંગવાળું તેનું ઘર અને એવું ઘણું… ૧૯૪૦ના દશકાથી એવું જડાઈ ગયું છે કે હજુ યાદથી જ Euphoria!

2. Pinki - July 15, 2008

maro dikro barada padine gay chhe to
hu tene ladu chhe ke avaj kharab thai jay
pan aa geet vanchine mane mara barada
yad avi gaya….. !