તારા નામમાં ઓ સ્વતંત્રતા June 7, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.trackback
( Jallianwala Bagh Massacre)
સાંભળો..તારા નામમાં ઓ સ્વતંત્રતા![]()
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી શી વત્સલતા ભરી
મુડદાં મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી
પૂછી જો જો કોઇ ગુલામને
ઉઠ્યા એવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
પૂછી જો જો કોઇ ગુલામને
એને કાને શબ્દ પડ્યો તું સ્વાધીન
શી અહો સુખની ઘડી
એની આંખ લાલમ લાલ
છાતિમાં છોળૉ છલકાઈ પડી….તારા….
પડું કેદખાનાને ઓરડે
લટ્કું એ ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગળે
પડું કેદખાનાને ઓરડે
તારો હાથ હોય લલાટ તો
ભલે આવે જુલ્મ તણી ઝંડી
તારું નામ હોય જબાન તો
શી છે ભીતી ઓ મારી માવડી….તારા….
મારા દેશના સહુ શોષિતો
દુનિયાના પીડિતો પાપિતો
ખૂણે-ખૂણે ગાય તારા ગીતો
મારા દેશના સહુ શોષિતો
એના ભૂખ્યા પેટ છતાં એને
કેવી મોંઘી તું કેવી મીઠડી
એના બેડી બંધન તૂટશે
એવી આશે ખ્લ્ક બધી ખડી….તારા…
મારા દેશના સહુ શોષિતો
દુનિયાના પીડિતો પાપિતો
ખૂણે-ખૂણે ગાય તારા ગીતો
મારા દેશના સહુ શોષિતો
એના ભૂખ્યા પેટ છતાં એને
કેવી મોંઘી તું કેવી મીઠડી
એના બેડી બંધન તૂટશે
એવી આશે ખ્લ્ક બધી ખડી….તારા…
સુંદર- શબ્દોને અનુરુપ સેજલની ગાયકી અને જલીઆનવાલાની ક્રૃર કતલનો ફોટો!
This one is my all time favorite. Many a time I had almost moist eyes. These words have always had very strong impact on me. And I distinctly remember Vibha ben’s voice for this song.
I think you have sung it very differently than Vibhaben. Not bad though
Sorry … Not Vibhaben … Aartiben … My memory is playing games with me here