ઓ સિતમગર દાદ તો દે June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.trackback
સાંભળો..ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.
વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.
એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિરને!!
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ

ભાવવાહી શબ્દો-
મધુરી ગાયકી
આનંદ
સાહેબ, જવાબ જ નથી ‘મરીઝ’ સાહેબનો તો! બીજા બધા ફિક્કા લાગે છે. ભલે ને છેક મુંબઈ જઈને વિમોચન કરે!
- જલાલ મસ્તાન ‘જલાલ’
(ગુજરાતી ગઝલકાર, અમદાવાદ)
મોબા. ૯૮૭૯૧ ૯૭૬૮૬