jump to navigation

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે June 7, 2008

Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.
trackback

સાંભળો..મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે 

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

કવિઃ મરીઝ 
સ્વર: જગજીત સિંઘ

Comments»

1. pragnaju - June 7, 2008

mમરીઝની સૌને સહજ ગમી જાય તેવી ગઝલ
અને
જગજીત સિંઘનો સ્વર!
મધુરી ગાયકી
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
આ બે શેરો તો અતિસુંદર