જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.trackback

સાંભળો..જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું
ખૂશ્બુ હજી છે બાકી જો સુંઘી શકો મને
હું પાનખર નથી હું વીતેલી વસંત છું
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું કે તેથી અનંત છું
રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ
ખૂશ્બુ હજી છે બાકી જો સુંઘી શકો મને
હું પાનખર નથી હું વીતેલી વસંત છું
વાહ શબ્દો
વાહ ગાયકી
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું કે તેથી અનંત છું
મુશાયરામાં મરીઝ સાહેબના અનુઠા અંદાઝમાં આ ગઝલ સાંભળી હતી આભાર યાદોની સફર કરાવવા બદલ