jump to navigation

બસ એટલી સમજ મને પરવરદિગાર દે June 7, 2008

Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.
trackback

સાંભળો..બસ એટલી સમજ મને પરવરદિગાર દે 

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

કવિઃ મરીઝ 
સ્વર: જગજીત સિંઘ

Comments»

1. jayeshupadhyaya - June 7, 2008

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
મરીઝ ની આ ગઝલ પાઠ્ય પુસ્તકમાં સમાવી છે સરસ ઉમદા ગઝલ

2. pragnaju - June 7, 2008

અહી કેનેડામાં સી.એન ટાવર અને અમદાવાદનું સી.એન.વિદ્યાલયનું પ્રાર્થના મદિર ભૂલાય તેમ નથી.મારી દિકરીનો અકસ્માત-પૌત્રીનુ ધડથી માથુ છૂટ્ટૂ પડી ધડનું તડફડવું-હતાશા-પ્રાર્થના મંદિરમાં ડો.કાપડીઆના પ્રોગ્રામમાં જ શાન્તી-ત્યારથી રોજ એ યાદ કરી…
અને
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.
વાહ્