હે શારદે મા !હે શારદે મા ! June 9, 2008
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.4 comments

(શેઠ સી.એન. શિશુવિહારના પ્રાંગણમાં મુકેલું ચિત્ર )
સાંભળો..હે શારદે મા
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
હે શારદે મા !હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
હમ હે અકેલે, હમ હે અધૂરે..
તેરી શરણ હમ, હમેં તાર દે મા..
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
મુનિઓને સમજી, ગુણીઓને જાની,
વેદોં કી ભાષા, પુરાનોં કી બાની,
હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,
વિદ્યાકા હમકો અધિકાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,
હાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,
મનસે હમારેં મિટાદે અંધેરા,
હમકો ઉજાલોં કા સંસાર દે મા,
હે શારદે મા !હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા June 9, 2008
Posted by Mehul Shah in પ્રાર્થના, ભજન, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.2 comments
સાંભળો..નારાયણ દિનદયાળ રે
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા,
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..(૨)
માયા મેં મન ક્યોં ભરમાયો,
સાથ ન તેરે કોઈ ન આવે..(૨)
ગાયે રાજા હાથ પસાર રે.. ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.
જીવન કા નહીં કોઈ ન ઠીકાના,
ચલે ના હાથસે કોઈ બહાના..(૨)
અબ તું મનવા સોચકર વિચાર રે.. ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.
અબ તું મનવા, કર લે સંગીન,
બન જાયેગી તેરી શુભ અવસર,
બેડા બનેગા તેરા પાર રે,ભજમન રાધે – ગોવિંદા,
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા.
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..(૨)
નારાયણ દિનદયાળ રે, ભજમન રાધે – ગોવિંદા,
રાધે – ગોવિંદા, કૃષ્ણ – ગોવિંદા..
ભજમન રાધે – ગોવિંદા..(૨)

અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર! June 9, 2008
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.2 comments
સાંભળો..અમે નમીએ તને ચિરસાથી
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સાથી ચિરંતન તુજ સનાતન દિપક તુજ સુકાની,
બીજકળાશી શારદ રેખા, દે અમ પ્રાણ ખિલાવી,
તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
કમલ સુકોમલ ઊર્મિ નિર્મળ, પ્રભાસુર્ય સમભારી,
સ્ફૂરી રહી અમ અંતર આજે વાણી સાત્વિક તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સુખે દુઃખે કે જીવન મરણે એક જ ઊર્મિ અમારી,
અમ પર તારી સદાય હોજો છાયા મંગળકારી,

અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય June 9, 2008
Posted by Mehul Shah in ગીત, પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.2 comments
સાંભળો..અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
પ્રાચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)
અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
નિશા ની સીમાઓ ભીષણ તૂટે, કિરણોની ધારાઓ કોટિક ફૂટે,
ઊંચા આ નભનાં મિનારે, રાગોની રેલી રેલાય..(૨)
ફૂલે ફૂલે નાચે, વીણા આતુર સુરભિની બાજે,
દિશ દિશનાં બીડેલા કોણે આ દ્વારો,
આવી ઊઘાડ્યા સૌ જાગી નિહાળો,(૨)
જાગો રે ભૈરવ રાગે, (૨) મુક્તિનું વ્હાણું આ વાય..(૨)
રંગ છોળે શ્રી જગની ભીંજાય..
અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
પ્રાંચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
પ્રાચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)
અંગઅંગે રંગ છોળે શ્રી જગની ભીંજાય, અંધારા ઘેરા વીંધાય,
ઊંચા આ નભનાં મિનારે, રાગોની રેલી રેલાય..(૨)
દિશ દિશનાં બીડેલા કોણે આ દ્વારો,
જાગો રે ભૈરવ રાગે, (૨) મુક્તિનું વ્હાણું આ વાય..(૨)
રંગ છોળે શ્રી જગની ભીંજાય..
પ્રાંચીને આરે, તેજ ફૂવારે, ચેતનનાં અમૃત છલકાય, (૨)
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી ! June 8, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.9 comments

સાંભળો..હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી![]()
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..
તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)
રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
રમતાં વાદળ ગિરીશિખરે મધુર નાની સરિતા સરે…(2)
દૂર દિગંજે અધીર એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
રવિ તો રેલે ન્યારા ..સોનેરી સૂરની ધારા….
વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
મન તો જાણે જુઇની લતા… ડોલે બોલે સુખની કથા..
આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
તારા નામમાં ઓ સ્વતંત્રતા June 7, 2008
Posted by Mehul Shah in ગીત, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.3 comments
( Jallianwala Bagh Massacre)
સાંભળો..તારા નામમાં ઓ સ્વતંત્રતા![]()
સ્વરઃ સેજલ માંકડ-વૈદ્ય
તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી શી વત્સલતા ભરી
મુડદાં મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી
પૂછી જો જો કોઇ ગુલામને
ઉઠ્યા એવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
પૂછી જો જો કોઇ ગુલામને
એને કાને શબ્દ પડ્યો તું સ્વાધીન
શી અહો સુખની ઘડી
એની આંખ લાલમ લાલ
છાતિમાં છોળૉ છલકાઈ પડી….તારા….
પડું કેદખાનાને ઓરડે
લટ્કું એ ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગળે
પડું કેદખાનાને ઓરડે
તારો હાથ હોય લલાટ તો
ભલે આવે જુલ્મ તણી ઝંડી
તારું નામ હોય જબાન તો
શી છે ભીતી ઓ મારી માવડી….તારા….
મારા દેશના સહુ શોષિતો
દુનિયાના પીડિતો પાપિતો
ખૂણે-ખૂણે ગાય તારા ગીતો
મારા દેશના સહુ શોષિતો
એના ભૂખ્યા પેટ છતાં એને
કેવી મોંઘી તું કેવી મીઠડી
એના બેડી બંધન તૂટશે
એવી આશે ખ્લ્ક બધી ખડી….તારા…
હે મા શારદા!તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે June 7, 2008
Posted by Mehul Shah in પ્રાર્થના, વિદ્યાવિહાર ગીતો, સેજલ માંકડ-વૈદ્ય.3 comments
સાંભળો..હે મા શારદા ! તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે
સેજલ માંકડ-વૈદ્ય(૧૯૯૬ બેચ) ના મધુર અવાજમાં …તેઓ ક્લાસિકલ સીંગર છે, હાલમાં તેઓ Sacramento CA, USA છે, માત્ર ઈલેક્ટ્રોનિક બીટ્સ ઉપર તેમણે આપણી પ્રાર્થનાઓ રેકોર્ડ કરી છે, પણ આંખો બંધ કરીને સાંભળશો તો પ્રાર્થનામંદિર તમારી સામે ગુંજતું થઈ જશે ! આ ખજાનો વ્હેંચવા બદલ હું એમનો ખૂબ આભારી છું. આપ એમનો આ સરનામે સંપર્ક કરી શકો છો, sejal.mankad@gmail.com
હે મા શારદા ! તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે, હે મા શારદા !(૨)
તારા મયુરનો કંઠ થવા સૂર દે,
તુજ મંદિરની જ્ઞાન જ્યોતથી જીવનપંથનું તિમીર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા,પંથી દે, હે મા શારદા !(૨)
તારી વીણાનો સડજ સૂર, પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે, હે મા શારદા !(૨)
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરીધ્યો મા એમાં,
રગ રગ મધુમય રવ પ્રગટાવી, પ્રાણ પૂરીધ્યો ગીતલયમાં
જ્ઞાનદા, ભક્તિ દે..હે મા શારદા !(૨)

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.1 comment so far
સાંભળો..મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે ![]()
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ
ઓ સિતમગર દાદ તો દે June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.2 comments
સાંભળો..ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.
વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.
એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિરને!!
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.1 comment so far

સાંભળો.. જીવનભરના તોફાન ખાળી રહ્યો છું ![]()
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતાં જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફકત એ શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે, ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે.
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ