jump to navigation

ધારો કે એક સાંજ આપણે મળ્યાં March 20, 2007

Posted by Mehul Shah in કાવ્ય, ગઝલ, ગીત, જગદીશ જોષી.
trackback

સાંભળો ….
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

રચના: જગદીશ જોષી
sanj.jpg

Comments»

1. Kiran - April 28, 2007

saras chhe!!!

2. hardik matalia - May 6, 2008

bahu saras che …. mane khub gami…!!!