jump to navigation

ખોબો ભરીને અમે એટલું હસ્યાં March 19, 2007

Posted by Mehul Shah in ગીત, જગદીશ જોષી.
trackback

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
રચનાઃ જગદીશ જોષી
સ્વરઃ નિરુપમા શેઠ
khobo.jpg

Comments»

1. Kumi Pandya - March 19, 2007

Mehul - thanks for a nice song.

2. Suresh Jani - March 19, 2007

તેમના જીવન વિશે વાંચો -
http://sureshbjani.wordpress.com/2007/03/08/jagdish_joshi/

3. Suresh Jani - March 19, 2007

એક સૂચન આપું ? તમે જ્યારે પોસ્ટ પ્રકાશિત કરો ત્યારે સ્લ્ગ નામ અંગ્રેજીમાં આપવાનું રાખો . તો તમારી પોસ્ટનો યુ.આર.એલ. ટૂંકો અને સુવાક્ય બનશે.

4. પ્રતીક નાયક - May 30, 2007

ખુબ જ સરસ

તમારી પાસે જો ઐશ્વર્યા મજમુદાર ના ગીતો હોય તો જરા તેને પોસ્ટ સરશો તો તમારો ધન્યવાદ.

5. daksha - December 29, 2007

mehul - how to listen this song ! this is my one of the favourites