jump to navigation

સાચું એ હોય છે February 21, 2007

Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.
trackback

સાંભળો..સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં  

ગીતકારઃ હરિન્દ્ર દવે 
સ્વરઃ મનહર ઉધાસ
         અનુરાધા પૌડવાલ

સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં ?’
તારા જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં.

મારા પ્રણયમાં ક્યાંય કશી યે કમી નથી,
તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં.

તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં,
ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં.

શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું,
ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં.

લાગે છે મુજ વિશાળતા વિસ્તાર પામશે,
આવે છે એક વિરાન ધરા રોજ ખ્વાબમાં.

મારી નજરનું નૂર જગતને નિહાળતું,
બીજો કોઈ પ્રકાશ નથી આફતાબમાં.

હમારી વ્યથાની આવી કહાની ન હોય કૈં,
મૂક્યું છે મારું નામ આ કોની કિતાબમાં ?

 

Comments»

No comments yet — be the first.